જસ્ટિન ટ્રુડો કોન્સર્ટની તમામ ટિકિટો વેચી દેવાની ઐતિહાસિક ઘટના બદલ અભિનંદન આપવા પંજાબી ગાયક દિલજીત દોસાંજને મળવા ગયા
ખાસ-ખબર ન્યૂઝ ટોરોન્ટો, તા.16
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટોરોન્ટોના રોજર્સ સેન્ટરમાં યોજાનાર કોન્સર્ટની તમામ ટિકિટો વેચી દેવાની ઐતિહાસિક ઘટના બદલ અભિનંદન આપવા પંજાબી ગાયક દિલજીત દોસાંજને મળવા ગયા ત્યારે નવો વિવાદ ઊભો થયો છે.
- Advertisement -
ભાજપે ટ્રુડો દ્વારા અભિનેતા-ગાયક દિલજીત દોસાંજને ’પંજાબનો ગાયક’ કહેવા સામે વાંધો ઉઠાવતા કહ્યું કે કેનેડાના વડાપ્રધાને જાણીજોઈને શબ્દો સાથે રમવાનો પ્રયાસ કર્યો છે. દિલજીત પંજાબ, ભારતના છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઇન્સ્ટાગ્રામ પર દિલજીત સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યા પછી ભાજપે આ વાંધો ઉઠાવ્યો હતો જેમાં તે પંજાબી ગાયકને ઉષ્માપૂર્વક ગળે લગાવતા જોવા મળે છે.
દિલજીત દોસાંજના વખાણ કરતા તેમણે કહ્યું, ’જ્યારે રોજર સેન્ટરમાં દિલજીત દોસાંજના શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ ત્યારે તે તેને મળવા ગયો હતો. કેનેડા એક મહાન દેશ છે. પંજાબના એક છોકરાએ ઈતિહાસ રચ્યો છે અને સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. વિવિધતા એ આપણી તાકાત નથી. તે એક મહાસત્તા છે.’ આ અંગે ભાજપના પ્રવક્તા મનજિન્દર સિંહ સિરસાએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે ટ્રુડોએ પંજાબી ગાયકની પ્રશંસામાં પસંદગીના શબ્દોનો ઉપયોગ કર્યો છે. તે તેમને એ પણ જણાવવા માંગે છે કે દિલજીત પંજાબનો નહીં પરંતુ ભારતનો છે, જે કેનેડાના સ્ટેડિયમમાં તમામ શો બુક કરીને ઈતિહાસ રચી રહ્યો છે.
દિલજીત દોસાંજના વાનકુવર બીસી પ્લેસ અને ટોરોન્ટો રોજર્સ સેન્ટર સ્ટેડિયમની અનુક્રમે 54 હજાર અને 49 હજારથી વધુ સીટની તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. પંજાબી ગાયક તેના ’દિલ-લુમનાતી’ કોન્સર્ટ માટે કેનેડા સહિત ચાર દેશોના પ્રવાસે છે.