હવે ડ્રગ્સ વિરુદ્ધ મોટું અભિયાન
ડ્રગ્સની હેરાફેરીમાં 2607 આરોપીઓ ઝડપાયા
- Advertisement -
રાજ્યમાં 4 વર્ષમાં 9,600 કરોડનું 87 ટન ડ્રગ્સ પકડાયું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.25
ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં 9,679 કરોડનું 87,650 કિલો ડ્રગ્સ પકડાયું છે. રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા ગૃહ વિભાગ ‘અપ ટુ બોટમ અને બોટમ ટુ અપ’ સિસ્ટમથી કામ કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે ડ્રગ્સના નાનામાં નાના કેસમાં પણ ઉપરી અધિકારીઓ ઝીણવટી તપાસ કરીને તેના જડમુળ સુધી પહોંચશે. ડ્રગ્સના ધંધામાં ખૂબ જ પૈસા હોવાથી આ પૈસાનો ઉપયોગ નાર્કો ટેરરીઝમમાં થતો હોવાથી ડ્રગ્સનો ધંધો કરતા લોકોની મિલકતો ટાંચમાં લઈને તે પૈસા ગુજરાતના લોકોના વિકાસ પાછળ વાપરશે. ચાર વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા છે. હવે ડ્રગ્સ વિરુદ્ધ મોટાપાયે અભિયાન છેડાશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એન્ટી ડ્રગ્સ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યુ છે. જે વિશે વાત કરતા ડીજીપી વિકાસ સહાય એ જણાવ્યું હતું કે, 3 પ્રકારના ડ્રગ્સનું ચલણ છે. જેમાં નેચરલ, સેમી સિન્થેટીક અને સિન્થેટીક. આ તમામ ડ્રગ્સ અફીણ, ગાંજા અને કોકો પાઉડરમાંથી બને છે. જેમાં એમડી ડ્રગ્સ સિન્થેટીક ડ્રગ છે. 2023 ના એક રિપોર્ટ મુજબ દુનિયામાં 296 મીલીયન ડ્રગ યુઝર છે. ડ્રગ્સ પકડવા માટે એટીએસની ટીમ મધદરિયે તેમજ પાકિસ્તાન બોર્ડર સુધી જીવના જોખમે જાય છે. જેથી એટીએસની ટીમ માટે તેમજ ગુજરાતમાં પણ બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવા માટે ગૃહ ખાતે એ રિવોર્ડ આપવાનું શરુ કર્યુ હતુ. જેના ભાગરૂપે ડ્રગ્સ પકડનારા 105 પોલીસ અધિકારી – કર્મચારીને રૂ.16 લાખનું રિવોર્ડ અપાયુ છે. EC મુજબ પંચે શનિવારે જણાવ્યું હતું.કે ત્રણ મોટાં ઓપરેશનના પરિણામે આ સમયગાળા દરમિયાન રૂ. 602 કરોડ, રૂ. 230 કરોડ અને રૂ. 60 કરોડની દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ગુજરાત અઝજ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં માત્ર ત્રણ દિવસમાં રૂ. 892 કરોડની રકમના ત્રણ ઉચ્ચ મૂલ્યનાં ડ્રગ્સ જપ્ત કર્યાં છે. સૌથી મોટા ઓપરેશનમાં સંયુક્ત દળે એક શંકાસ્પદ માછીમારી બોટને ઓળખીને અટકાવી, જેમાં 14 ક્રૂ-સભ્ય, જે તમામ પાકિસ્તાની નાગરિકો ભારતીય જળસીમા પર, ગુજરાતના પોરબંદરના દરિયાકિનારે 180 નોટિકલ માઈલ દૂર હતા. ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, નવી દિલ્હીની સંયુક્ત ટીમે આશરે 86 કિલો વજનનું હેરોઈન હોવાની શંકાસ્પદ 78 બોક્સ રિકવર કરી હતી, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ રૂ. 602 કરોડ છે. વધુ કાનૂની કાર્યવાહી માટે બોટ અને ક્રૂને પોરબંદર લાવવામાં આવ્યાં હતાં.
જખૌના દરિયાઈ વિસ્તારમાંથી BSFને પેટ્રોલિંગ વખતે ચરસના 10 પેકેટ મળ્યા
સરહદી વિસ્તાર કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે સવારે જખૌ પાસેથી બીએસએફના જવાનોને દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. આ 10 જેટલા ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ તમામ તપાસ દરમિયાન મળી આવતા પેકેટને જોતા હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પેકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છની દરિયાઇ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ પકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમા સુધી પહોચે છે.
- Advertisement -
ગુજરાતમાંથી 1187 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ભારતનાં ચૂંટણીપંચ (ECI) દ્વારા દેશભરમાં જપ્ત કરાયેલા ડ્રગ્સના કુલ મૂલ્યમાંથી લગભગ 30% ડ્રગ્સ ગુજરાતમાં છે એવું ચૂંટણી પેનલ દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું છે. 3,958.85 કરોડ રૂપિયાના કુલ મૂલ્ય સાથે 1 માર્ચથી 18 મેની વચ્ચે ECIના પ્રલોભન સામેના ક્રેકડાઉનમાં ડ્રગની જપ્તીઓ ટોચ પર છે. આ રકમ રૂ. 8,889 કરોડની કિંમતની છે. દવાની જપ્તી સૌથી વધુઊઈના જણાવ્યા મુજબ, રૂ. 3,958.85 કરોડમાંથી રૂ. 1,187.8 કરોડ અથવા લગભગ 30 ટકા એકલા ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક પદાર્થો સહિત પ્રલોભન સામે ઉન્નત જાગૃતતા, મોટી જપ્તી ક્રિયાઓ અને સતત વધારામાં પરિણમી છે. દવાની જપ્તી સૌથી વધુ છે. ખર્ચની દેખરેખ, ચોક્કસ ડેટા અર્થઘટન અને અમલીકરણ એજન્સીઓની સક્રિય ભાગીદારીનાં ક્ષેત્રોમાં જિલ્લાઓ અને એજન્સીઓના નિયમિત ફોલોઅપ્સ અને સમીક્ષાઓને કારણે માર્ચ 1થી જપ્તીમાં આ નોંધપાત્ર વધારો થયો છે.
મેફેડ્રોનના ઉત્પાદનમાં સંકળાયેલા ગેરકાયદે એકમો જપ્ત
ECએ જણાવ્યું હતું કે અન્ય એક ઓપરેશનમાં ગુજરાત ATSને ઇનપુટ મળ્યા હતા કે રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ એકમો મેફેડ્રોન જેવા સાઇકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદે ઉત્પાદનમાં સામેલ છે. ગુજરાત ATS અને NCB (ઓપરેશન્સ) દિલ્હીની સંયુક્ત ટીમોએ 27 એપ્રિલ, 2024ના રોજ અમરેલી અને ગાંધીનગર, સિરોહી અને રાજસ્થાનના જોધપુર ખાતે એકસાથે દરોડા પાડ્યા હતા. મેફેડ્રોનના ઉત્પાદનમાં સંકળાયેલા ગેરકાયદે ઉત્પાદન એકમોને જપ્ત કર્યા હતા. ચાલુ કામગીરીમાં અત્યારસુધીમાં 10 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને 22 કિલો મેફેડ્રોન પાઉડર અને 124 લિટર પ્રવાહી સ્વરૂપમાં મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. ત્રીજા ઓપરેશનમાં ગુજરાત ATC, ભારતીય કોસ્ટ ગાર્ડ અને NCBએ સંયુક્ત રીતે 29 એપ્રિલના રોજ રૂ. 60.5 કરોડની કિંમતનો 173 કિલોગ્રામ હશીશ જપ્ત કર્યો હતો.