A-1 ગ્રેડમાં 737 વિદ્યાર્થીઓ પાસ થયા
A-1 ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત સંચાલકો ઝૂમી ઉઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લાનું આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતા ધોરણ-10નું 78.26 ટકા પરિણામ આવ્યું હતુ જેમાં એ-1 ગ્રેડ સાથે 737 વિદ્યાર્થીઓ પાસ થયા હતા ત્યારે એ-1 ગ્રેડ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ જુમી ઉઠ્યા હતા અને સ્કુલ સંચાલક તેમજ વાલીઓએ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.
- Advertisement -
જુનાગઢ જિલ્લાના 16,418 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને 16,384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 12,822 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10નું 2024નું પરિણામ 78.26% આવ્યું છે. વર્ષ 2023માં જૂનાગઢ જિલ્લાનું પરિણામ 62.25 % આવ્યું હતું. 2024માં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડ સાથે 737 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સમયસર આવી જતા વિદ્યાર્થીઓને વાલીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. આજે જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીનું માહોલ જોવા મળી રહ્યો છે.
ધોરણ 10 ગુજરાતનું 82.56% પરિણામ નોંધાયું છે. જૂનાગઢ જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો 78.26% આવ્યું છે. જેમાં કેશોદનું 75.15%, જુનાગઢ શહેર 75.88%, જુનાગઢ ગ્રામ્ય 78.19%, માણાવદર – 63.18%, માંગરોળ 71.25%, વિસાવદર 77.75%, માળીયા હાટીના 60.31%, ભેંસાણ 82.56%, મેંદરડા 77.25%, દીવરાણા 67.76%, લોએજ 72.73%, ગોરજ 80.44%, સરાડીયા 92.89 %, અમરાપુર 78.47%, મેખડી ઘેડ 78.76% આવ્યું છે. જુનાગઢ જિલ્લામાં 16,418માંથી 16,384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ અને 12822 પાસ થયા છે. જૂનાગઢ જિલ્લામાં 12,822 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષામાં પાસ થયા છે. જેમાં એ-1 ગ્રેડ મેળવનાર 737,એ-2 ગ્રેડ મેળવનાર 2174, એ-1 ગ્રેડ મેળવનાર 2862, એ-2 ગ્રેડ મેળવનાર 3272 કુલ,12822 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષામાં પાસ થયા હતા.