સોમનાથ મંદિર ખાતે ‘ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ ’ માં RJ સંજુ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે નાગરિકોને અપીલ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
- Advertisement -
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે 13-જૂનાગઢ બેઠક પર આગામી તા. 7મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટીપ નોડલ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન હેઠળ વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે.
જે અંતર્ગત દરેક મતદાતા પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મતદાન વિશે જાગૃત થાય તે માટે રેડિયો જોકી (આર.જે.) સંજુ સાથે સોમનાથ મંદિર ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ માં સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રેડિઓ જોકી સંજુએ લોકોને મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે શોધવું?, કયા મતદાન મથક (બૂથ) પર મતદાન કરવા માટે જવું?, કયા કયા પુરાવાઓ (આઇ.ડી. કાર્ડ)થી મતદાન થઈ શકે છે? તે પ્રકારની વિવિધ સમજ ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી.