ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.03
રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતાં એ.એસ.આઈ. કેયા રાજેશભાઈ ચોટલીયાને 2013માં કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ એવોર્ડ મેળવ્યા બદલ કેયા ચોટલીયાને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.