કડીના રાજકારણની મારા જેટલી કોઈને ખબર નહીં હોય’ કોઈએ ચમચાગીરી ના કરવી પણ તટસ્થતાથી કામ કરવું’ નડનારા બદલાય ખરા, પાછળવાળા બદલાય છે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.13
કડી પાલિકાના કાર્યક્રમમાં નીતિન પટેલે હૈયા વરાળ ઠાલવી છે. જેમાં સ્થાનિક નેતાઓના વિવાદ અંગે ટિપ્પણી કરી છે અને કહ્યું કે, આજકાલના આવેલા અમને શીખવાડે છે. કડીના રાજકારણની મારા જેટલી કોઈને ખબર નહીં હોય. કોઈએ ચમચાગીરી ના કરવી પણ તટસ્થતાથી કામ કરવું જોઇએ.
કડી માર્કેટ યાર્ડ ચૂંટણીની ખાનગી માહિતીનો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો છે અને કહ્યું કે, કદી અભિમાન ના રાખવું જોઈએ. સાથે જ ઉદાહરણ આપતાં નીતિન પટેલે કહ્યું કે, ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે.
- Advertisement -
નીતિન પટેલે સ્થાનિક નેતાઓને કડીના રાજકારણ અંગે ટકોર કરતાં કહ્યું કે, તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો ? કડીમાં ક્યો કાર્યકર ચાલે અને ક્યો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. સત્ય હંમેશા આપણી પડખે રહે છે, ભગવાનના આશીર્વાદ છે.
આ સાથે જ નેતાઓના શિસ્ત અંગે વાત કરતાં નીતિન પટેલે કહ્યું કે, મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. કોઈ કદી અભિમાન ના રાખવું જોઈએ અને તે વાતનું ધ્યાન રાખવું જોઇએ. સત્ય હંમેશા આપણી પડખે રહે છે, ભગવાનના આશીર્વાદ છે