સરફરાઝે તેની ડેબ્યૂ ટેસ્ટમાં 66 બોલમાં 62 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પ્રથમ દિવસની રમત બાદ સરફરાઝ ખાને કહ્યું ‘પિતાની સામે દેશ માટે રમવું એ મારું સપનું હતું જે પૂરું કરી રહ્યો છું.’
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાનનું કહેવું છે કે તેના પિતાની સામે દેશ માટે રમવું તેનું સૌથી મોટું સપનું હતું, જે હવે પૂરું થયું છે. જાણીતું છે એક ગુરુવારે જ્યારે પૂર્વ દિગ્ગજ અનિલ કુંબલેએ ટીમ ઈન્ડિયાની કેપ સરફરાઝને આપી ત્યારે સ્ટેડિયમમાં હાજર તેના પિતા નૌશાદ પોતાના આંસુ પર કાબુ રાખી શક્યા નહોતા.
- Advertisement -
In No Time!
5⃣0⃣ on Test debut for Sarfaraz Khan 👏 👏
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/F5yTN44efL
- Advertisement -
— BCCI (@BCCI) February 15, 2024
સરફરાઝે તેની ડેબ્યૂ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી પરંતુ તે તેને સદીમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ સરફરાઝને તેની ડેબ્યૂ મેચથી કોઈ ફરિયાદ નથી. ભારતની પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ સરફરાઝે કહ્યું, ‘પ્રથમ વખત મેદાન પર આવીને મારા પિતાની સામે (ભારતીય ટીમની) કેપ લઈ રહ્યો છું. એમને મારી ક્રિકેટની તાલીમ શરૂ કરી ત્યારે હું છ વર્ષનો હતો અને હવે એમની સામે ભારતીય ટીમ માટે રમવાનું મારું સપનું હતું. જે હું પૂરું કરી રહ્યો છું.’
સરફરાઝે કહ્યું, ‘હું ડ્રેસિંગ રૂમમાં લગભગ ચાર કલાક મારા પેડ સાથે બેઠો હતો. હું વિચારતો હતો કે મેં જીવનમાં આટલી ધીરજ રાખી છે અને હજુ થોડો સમય ધીરજ રાખવામાં કોઈ વાંધો નથી. ક્રિઝ પર આવ્યા પછી, હું શરૂઆતના કેટલાક બોલ પર નર્વસ હતો, પરંતુ મેં એટલી પ્રેક્ટિસ કરી છે અને સખત મહેનત કરી છે કે બધું બરાબર થઈ ગયું છે. ભારત માટે રમવાનું મારા પિતાનું સપનું હતું પરંતુ દુર્ભાગ્યવશ કેટલાક કારણોસર એવું બન્યું નહીં. એ વખતે એમને ઘરમાંથી એટલો સહકાર મળ્યો નહોતો. એ બાદ એમને મારા પર સખત મહેનત કરી અને હવે તેઓ મારા ભાઈ સાથે પણ એવું જ કરી રહ્યા છે. આ મારા જીવનની સૌથી ગર્વની ક્ષણ છે.’
A journey that is all heart 🫶🥹
Hear from a proud father on a very memorable day for Sarfaraz Khan 🤗 – By @ameyatilak#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Imk7OTuSVM
— BCCI (@BCCI) February 15, 2024
બેટ્સમેને કહ્યું, “રન અને પ્રદર્શન મારા મગજમાં નહોતું, જેટલું હું મારા પિતાની સામે ભારત માટે રમીને ખુશ હતો. તેઓ રાજકોટ આવવા તૈયાર ન હતો પરંતુ કેટલાક લોકોએ એમને કહ્યું અને તેઓ આવ્યા, જ્યારે મેં તેની સામે મારી ટેસ્ટ કેપ લીધી ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને મારી પત્નીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.’
જાણીતું છે કે સરફરાઝે 66 બોલમાં 62 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 9 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. જો કે સરફરાઝ જાડેજાના ખરાબ કોલને કારણે રનઆઉટ થયો હતો, પરંતુ તેણે ડેબ્યૂ મેચમાં જ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.