રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતે રમતને અંતે 5 વિકેટમાં 326 રન બનાવીને મજબૂત સ્થિતિ ઊભી કરી દીધી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમે દિવસની રમતના અંત સુધી 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા.
- Advertisement -
Team India @BCCI have begun the 3rd Test match against England on a high note. @ImRo45’s exemplary leadership and power-packed century have set the stage for a thrilling match. 3,000 test runs come up for @imjadeja as he scores another ton on his home ground. @sarfarazkhan977’s… pic.twitter.com/3mj0HpG1Qz
— Thakur Arun Singh (@ThakurArunS) February 15, 2024
- Advertisement -
રોહિત-રવિન્દ્રની સદી, ડેબ્યૂ મેચમાં સરફરાઝની ફિફ્ટી
ત્રીજી ટેસ્ટમાં રોહિત-રવિન્દ્ર અને પહેલી વાર ટેસ્ટ રમી રહેલા સરફરાઝની ફિફ્ટીથી ટીમ ઈન્ડીયાએ મજબૂત સ્કોર બનાવ્યો હતો. રોહિતે 196 બોલમાં 131 રન બનાવ્યાં હતા તો જાડેજાએ 198 બોલમાં સદી ફટકારી હતી. સરફરાઝે પણ ડેબ્યૂ મેચમાં સારુ પર્ફોમન્સ કર્યું હતું અને 62 રન કર્યાં હતા.
કેવી રહી ભારતની શરુઆત
ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો. યશસ્વી જયસ્વાલ 10 રનમાં માર્ક વૂડના બોલ પર કેચ આઉટ થયો હતો ત્યાર બાદ શુભમન ગિલ પણ ખાસ કંઈ ન કરી શક્યો અને 0 માં આઉટ થયો હતો. રજત પાટીદાર પણ 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિત અને જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી થઈ હતી.
IND vs ENG: Sarfaraz Khan cracks fiery fifty to mark his dream debut for India in 3rd Test to give 'Bazball' taste to England in Rajkothttps://t.co/xdmpX8QJaf#INDvsENGTest #SarfarazKhan pic.twitter.com/7XYBnHKwfz
— Sports Tak (@sports_tak) February 15, 2024
ઈંગ્લેન્ડના માર્ક વુડે 3 વિકેટ ઝડપી
પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વુડે બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિનર ટોમ હાર્ટલીને 1 સફળતા મળી હતી.
Centuries from Jadeja (110*) and Rohit Sharma (131) guide #TeamIndia to 326/5 at Stumps on Day 1 of the 3rd Test.
Scorecard – https://t.co/eYpzVPnUf8 #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/KVSDlNKmQG
— BCCI (@BCCI) February 15, 2024
સરફરાઝના પિતા અને પત્ની મેદાનમાં રડવા લાગ્યા
ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ અને ધ્રૂવ જુરેલ પણ ડેબ્યૂ મેચ રમી રહ્યાં છે. મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને અનિલ કુંબલેએ ડેબ્યૂ કેપ આપી હતી. આ સાથે જ વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને દિનેશ કાર્તિકે ટેસ્ટ કેપ આપી હતી. આ દરમિયાન સરફરાઝના પિતા નૌશાદ ખાન અને પત્ની રોમાના ઝહુર ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા હતા.
Rohit Sharma congratulated #SarfarazKhan father and Wife before Match!#INDvENG pic.twitter.com/qIGcMz4EKy
— Italian Vinci (@Antoniakabeta) February 15, 2024
રોહિત શર્માએ કર્યાં મોટા રેકોર્ડ
ટીમ ઈન્ડીયાનો હીટમેન રોહિત શર્માએ રાજકોટમાં રંગ રાખી દીધો છે. રોહિતે રેહાન અહમદની સામે 2 રન લઈને કરિયરની 11મી સદી પૂરી કરી હતી. રોહિતની ઈંગ્લેન્ડ સામે આ ત્રીજી સદી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની 3જી ટેસ્ટમાં રોહિતનું આ મોટું કારનામું છે. હજુ તો ગઈ કાલે આ ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ થયું હતું અને આજે રોહિત તેમાં ધમાકેદાર સદી ફટકારીને ઈંગ્લેન્ડે બેકફૂટ પર મૂકી દીધું હતું. ત્રીજી ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માએ પણ 131 રન ફટકાર્યાં હતા. રોહિતે આ મેચમાં મોટા રેકોર્ડ કર્યાં છે. તેણે ધોનીનો સૌથી વધારે સિક્સરનો તોડ્યો છે. હવે તેને નામે 79 સિક્સર છે, જ્યારે ધોનીના નામે 78 સિક્સર છે. આટલું જ નહીં, હવે તે ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજા બેટ્સમેન બની ગયો છે. તેનાથી આગળ માત્ર વીરેન્દ્ર સેહવાગ છે વીરેન્દ્ર સેહવાગના નામે 91 સિક્સર છે.