ખાસ-ખબર સંવાદદાતા
નામદાર જૂનાગઢ કોર્ટમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ દ્વારા વાહન અંગેની લોન લેનાર વ્યક્તિ એટલેકે આરોપી ઇરફાન અબ્દુલભાઇ મહીડા સામે રૂા.4 લાખનો ચેક રિર્ટન થાય અંગેની નેગો.ઇન્સુ.એક્ટની કલમ 138 અન્વયે ફરિયાદ કરતા તે ફરિયાદ જૂનાગઢ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ પોતાનું કાયદેસરનું લેણુ પુરવાર કરી શકેલ નહી. તે ફરિયાદીને હાલની ફરિયાદ કરવા કાયદેસરના અધિકાર હોવાનું પુરવાર કરી શકેલ નહી. આ અંગે આરોપી તરફે ધારદાર દલીલ અને વિગતવારની ઉલટ તપાસ તેમજ નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદા રજુ કરતા આરોપી ઇરફાન અબ્દુલ મહીડાના કેસમાં નિદોષ ઠેરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપી તરફે જૂનાગઢના વકીલ એઝાજ એમ.મકરાણી રોકાયેલા હતા.