સંયુક્ત રાષ્ટ્રની મહાસભા ચાલી રહી છે. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા રૂચિરા કંબોજે ચીન કે પાકિસ્તાનનું નામ લીધા વગર બોર્ડર પરની હિંસા વિશે ધારદાર નિવેદન આપ્યા હતા.
તેમણે કહ્યું કે, કેટલાક એવા દેશોની સામે કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યુ, જે આતંકવાદીઓને આશરો આપે છે. આતંકવાદના કારણે અમને બહુ નુકસાન થયું છે. એઠલું જ નહીં સીમાઓની સામેની પાર તસ્કરી કરવામાં આવેલા અવૈદ્ય હથિયારોનો ઉપયોગ કરવા આતંકવાદી સમૂહો દ્વારા દેશમાં આતંકવાદ ફેલાય રહ્યો છે. જેમાં હવે ડ્રોનનો સમાવેશ થાય છે.
- Advertisement -
India calls for zero tolerance for terror actors, sponsors at UN
Read @ANI Story | https://t.co/fJwYbWeU0W#UN #RuchiraKamboj #India #UNSC pic.twitter.com/eYDwwnsqax
— ANI Digital (@ani_digital) December 16, 2023
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદી સંગઠનો પાસે મળી રહેલા હથિયારોથી સાફ જાણવા મળી રહ્યું છે કે, તેમની કોઇ મદદ કરી રહ્યું છે. તેઓ કોઇ દેશની મદદ વગર આટલા મોટા પાયા પર હથિયારો એકઠા કરી શકે નહીં, કેટલાક દેશ આતંકવાદીને સુરક્ષિત આશરો આપી રહ્યા છે. આ લોકોએ ગંભીર ગુનો જ કર્યો નથી, પરંતુ છેતરપિંડી અને રાજ્ય વિરોધી પૈસાની લેવડ-દેવડ, સીમાની પાર આતંકવાદીઓની ગતિવિધિઓનું સમર્થન કરવા માટે હથિયારો, ડ્રગ્સ અને બીજા સાધનોની આપૂર્તિ જેવા માધ્યમોથી પાતાના વિરોધી-રાજ્યની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે.
#WATCH | At the United Nations General Assembly, Permanent Representative of India to the UN, Ruchira Kamboj says, "…We have suffered immensely due to cross-border terrorism and violence carried out by terrorist groups using these illicit weapons smuggled across our borders,… pic.twitter.com/bxs6Kwzra1
— ANI (@ANI) December 16, 2023
આતંરરાષ્ટ્રીય મદદની આવશ્યકતા જરૂરી
તેમણે કહ્યું કે, અમે સીમા પાર આતંકવાદ અને આતંકવાદી સમૂહો દ્વારા આ ગેરકાનુની હથિયારાનો ઉપયોગ કરવા માટે કરવામાં આવેલી હિંસા ખૂબ નુકાસનકારક છે, જેમાં હવે ડ્રોનનો ઉપયોગ પણ સામેલ છે. આતંકવાદીઓ વધતી તાકાતને જોતા લાગે છે કે, તેઓને કોઇ દેશની મદદ વગર આટલા સક્ષમ બની શકે નહીં. તેમણે ડાયવર્ઝન પોઇન્ટસ અને ટ્રૈફિકિંગના રસ્તાની ઓળખ કરવા માટે આતંરરાષ્ટ્રીય સંગઢનોની જરૂરીયાત પર મહત્વ આપ્યું.