લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં મનપાનો પન્નો ટૂંકો પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા બજેટ સમયે મસમોટી જાહેરાતો કરે છે. પદાધિકારીઓ પણ દર વખતે ગુણગાન ગાયા કરે છે. રૂપકડા પ્રોજેક્ટ મુકવામાં આવે છે પણ મહાનગરપાલિકાનું જે મૂળ કામ છે તેમાં હંમેશા કાચી પડી છે. લોકોને રોડ-રસ્તા પાણી અને ગટર વ્યવસ્થા માટે હજુ પણ અનેક સમસ્યાઓ પડી રહી છે. પણ આ મોંઘા કામને જાળવી રાખવાની અણઆવડતને કારણે તેમાંથી જ નવી નવી ફરિયાદો ઉદભવે છે. આ જ કારણે રાજકોટમાં માત્ર 3 જ મહિનામાં પ્રાથમિક સુવિધાને લગતી અધધ 94881 ફરિયાદ નોંધાઈ છે. ત્રણ મહિનાની કુલ 94881 ફરિયાદમાંથી 91318 ફરિયાદનો નિકાલ કરાયો છે જ્યારે 3563 ફરિયાદ પેન્ડિંગ છે.
સૌથી વધુ 54650 ફરિયાદ એકમાત્ર ડ્રેનેજ ચોકઅપને લગતી છે. કાયમી ઉકેલના અભાવે લોકો તો પરેશાન થાય જ છે પણ સાથે સાથે તેના કોન્ટ્રાક્ટ અપાયા હોવાથી મનપાને પણ વર્ષે કરોડોનો ખર્ચ થાય છે. આવી જ હાલત રોશની વિભાગની પણ છે સ્ટ્રીટલાઈટ પાછળ કરોડોના આંધળા ખર્ચ કરવા છતાં હજારો સ્ટ્રીટલાઈટ બંધ થઈ જાય છે તેની નક્કર કામગીરી હજુ થઈ નથી.જ્યારે બાંધકામ શાખામાં 2350 ફરિયાદ જ આવી છે પણ તેમાંથી 543 પેન્ડિંગ છે. બીજી તરફ ઢોર પકડ પાર્ટી એટલે કે એ.એન.સી.ડી. વિભાગમાં 594 ફરિયાદમાંથી ફક્ત 6 જ પેન્ડિંગ છે એટલે કે મોટાભાગની ફરિયાદોનો નિકાલ કરી દેવાયો છે.
મનપામાં નોંધાયેલી અને પેન્ડિંગ ફરિયાદો
શાખા નોંધણી ઉકેલ પેન્ડિંગ
એ.એન.સી.ડી.- 594 588 6
એ.એન.સી.ડી.-(શ્વાન વ્યંધિકરણ) 407 405 2
આવાસ શાખા -64 63 1
બાંધકામ -2350 1807 543
સિટીબસ -567 562 5
ક્ધઝર્વન્સી (મૃત પ્રાણી) -1096 1085 11
દબાણ હટાવ -1770 1753 17
ડ્રેનેજ ચોકઅપ, ઓવરફ્લો -54650 53857 793
ડ્રેનેજ જાળવણી -4408 4060 348
ઈ-વેસ્ટ -6 5 1
એસ્ટેટ શાખા -30 24 6
ફાયરબ્રિગેડ -11 0 11
ફૂડ શાખા -46 37 9
ગાર્ડન શાખા -494 381 113
આરોગ્ય શાખા -31 14 17
ઓનલાઈન ચૂકવણી -133 129 4
અન્ય -12 11 1
પાર્કિંગ- 39 39 0
રોશની શાખા -9255 8059 196
વોંકળા -264 256 8
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ -10780 10317 463
રમતગમત -36 3 33
ટેક્સ બ્રાન્ચ -103 40 63
ટી.પી. -412 265 147
ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ -99 98 1
મલેરિયા-600 575 25
વોટર વર્કસ -6450 5717 733
ઝૂ -1 0 1