જાહેરમાં ઘાસચારો વેંચતા બે વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા રોજ બરોજ રખડતા ઢોર અને દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં તા.11 થી 16 નવેમ્બર સુધીમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર કુલ 92 ને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમના પર લગાડવામાં આવેલ આર.એફ.આઇ.ડી.ચિપ ની સંખ્યા 22 છે.તેમજ જાહેર માર્ગ પર ઘાસ ચારો વેંચતા કુલ બે વ્યક્તિ પર એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી જયારે મધુરમ બાયપાસ શાક માર્કેટમાં 14 દબાણો દૂર કરવાંમાં આવ્યા. તેમજ સિવિલ હોસ્પિટલની આસપાસ 8 દબાણો દૂર કરવામાં આવ્યા, આમ કુલ 22 દબાણો દૂર કરવામાં આવ્યા.
જૂનાગઢ મનપા દ્વારા રખડતા 92 ઢોર પકડવાની સાથે 22 દબાણો દૂર કર્યા
