વિદ્યાર્થીઓને એસટી બસની સમયસર સુવિધા નહીં મળતાં જીવના જોખમે મુસાફરી કરે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
ગીરગઢડા ઝાંખીયા રોડ ઉપર રસુલપરાથી દૂધ ભરેલ ટેમ્પો આવતો હતો જેમાં ગીર ગઢડા આવતા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ ટેમ્પોમાં સવાર હતા અને ગીરગઢડા અભિનવ સ્કૂલે અભ્યાસ કરવા જઇરહ્યા હતા ત્યારે આકસ્મિકરીતે ટેમ્પોપોતાનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટીખાઇ ગયેલ અને છ એક વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા તથા આઠ વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચતા ઉના અપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે પ્રાપત માહિતી મુજબ ગીરગઢડા તાલુકાના રસુલપરા ગામે વિદ્યાર્થીઓ માટે સાત વાગ્યાની એસટી બસ માટે સરપંચ દ્વારા માંગણી કરેલી પરંતુ આજ દિન સુધી સાત વાગ્યાની બસની કોઇ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેને લીધે વિદ્યાર્થીઓને ના છુટકે જીવન જોખમે અભ્યાસ માટે ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ કરવાની ફરજપડે છે ને અભ્યાસ માટે જવુ પડે છે શું તંત્ર વિદ્યાર્થીઓ માટે એક બસની વ્યવસ્થા નથી કરી શકતુ ?



