સોમવારે, ઇઝરાયલી દળોએ ગાઝામાં હવાઈ હુમલા અને ગોળીબાર દ્વારા ઓછામાં ઓછા 74 લોકો માર્યા ગયા, જ્યારે નાગરિકો ખાદ્ય સહાય માંગી રહ્યા હતા. અલ-બકા કાફે સહિત ભીડભાડવાળા સ્થળો પર થયેલા હુમલાઓમાં નોંધપાત્ર જાનહાનિ થઈ, ચાલુ સંઘર્ષના પરિણામે ઓક્ટોબર 2023 થી 56,000 થી વધુ પેલેસ્ટિનિયન મૃત્યુ પામ્યા.
સાક્ષીઓ અને આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે ઇઝરાયલી દળોએ શ્રેણીબદ્ધ ઘાતક હવાઈ હુમલાઓ શરૂ કર્યા અને ખાદ્ય સહાય માટે તરસ્યા નાગરિકો પર ગોળીબાર કર્યો જેમાં ઓછામાં ઓછા 74 પેલેસ્ટિનિયન માર્યા ગયા.
- Advertisement -
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના કારણે ઈઝરાયલે ઈરાન પર હુમલા તો અટકાવી દીધા છે, પરંતુ ગાઝા પર હુમલાનો દોર ચાલુ જ છે. ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝામાં સ્થિત કેફે, શાળા અને ભોજન વિત્તરણ સ્થળો પર હુમલો કરતાં આશરે 94 લોકો માર્યા ગયા હતાં. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા 15 દિવસમાં ઈઝરાયલના હુમલામાં ગાઝાના 1000થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના હુમલાના કારણે ગાઝામાં રહેતાં 23 લાખ લોકો સામે ભૂખમરાંનું સંકટ ઉભુ થયુ છે.
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો 7 ઓક્ટોબર, 2023થી અત્યારસુધીમાં હુમલામાં 56500 પેલેસ્ટિનિયન મોતને ભેટ્યા છે. ખાલિદ ખેરીએ જણાવ્યું હતું કે, ગાઝામાં પીડા અને ક્રૂરતાનું સ્તર અસહ્ય છે. પેલેસ્ટિનિયનને સામૂહિક ધોરણે મારવામાં આવી રહ્યા છે.
ગઈકાલે હુમલામાં 95ના મોત
- Advertisement -
ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝા પર હુમલો કરતાં કુલ 95 લોકોના મોત થયા હતાં. જેમાંથી 39ના મોત તો એક કેફેમાં જ થયા હતાં. દરિયાકિનારે આવેલા અલ-બાકા કેફે નજીક હુમલો થતાં 30 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં. આ કેફેમાં ભોજન નહીં પણ મોબાઈલ ચાર્જ અને ઈન્ટરનેટ કનેક્શન મળી રહ્યું હતું. જ્યાં એક સ્થાનિક પત્રકાર ઈસ્માઈલ અબુ હતબ પણ માર્યા ગયા હતાં. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલના ફાઈટર જેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
ભોજન વિત્તરણની વ્યવસ્થા પર પણ હુમલો
ઈઝરાયલના સૈન્ય દળોએ કોઈપણ પ્રકારનું એલર્ટ આપ્યા વિના જ ગઈકાલે હુમલા કર્યા હતાં. તેમણે ટેન્ટમાં આશરો લઈ રહેલા શરણાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ટેન્ટમાં લાશોના ઢગલાં જોવા મળ્યા હતાં. ઝૈતોન વિસ્તારમાં ભોજન વિત્તરણ કરતા વેરહાઉસ પર હવાઈ હુમલો કર્યો હતો. જ્યાં 13 લોકો માર્યા ગયા હતાં. આ સિવાય ગાઝાના યાફા શાળામાં પણ બોમ્બ ફેંક્યો હતો.
વ્હાઈટ હાઉસ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ હવે ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર અને બંધકોને મુક્ત કરવા પર ચર્ચા કરી રહ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર કરાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટ્રમ્પે પણ ગત શુક્રવારે સંકેત આપ્યો હતો કે, આગામી સપ્તાહ સુધી યુદ્ધવિરામ પર સહમતિ મળી શકે છે.