ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અનેક મિલકત ધરાવતા આસામીઓએ પોતાની મિલકતનો હાઉસ ટેક્ષ લાંબા સમયથી ભર્યો ન હતો. ત્યારે બાકી રહેતી હાઉસ ટેક્ષની ભરપાઈ ન કરનાર આસામીઓની મિલકતોને સીલ મારવા કમિશનર ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. જેને પગલે ડીએમસી ડી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્ષ શાખા દ્વારા બાકી રહેતી લેણી રકમ 6,55,203 વસુલ કરવા આવી 15 મિલકતોને સીલ કરાઈ હતી. જ્યારે રૂપિયા 10.33 લાખની વસુલાત કરાઈ હતી અને 80 મિલકત ટાંચમાં લીધેલ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ટીંબાવાડીમાં – 6, જોશીપરામાં – 3, આંબાવાડીમાં – 1, હીરાબજારમાં 1, સરગવાડામાં – 2, સાબલપુરમાં 2 સહીત મળી આ વિસ્તારમાં 15 મિલકતોને સીલ મારી દેવાયું હતું. આ કામગીરી આસિસ્ટન્ટ કમિશ્નર (ટેક્ષ) કલ્પેશ ટોલીયા, હાઉસટેક્સ સુપ્રીટેન્ડેન્ટ વિરલ જોષીના માર્ગદર્શનમાં દોલતપરા ઝોનલ ઓફિસના અધિકારી કેયુર બાથાણી, જોષીપરાના ઝોનલ ઓફિસર નીતુબેન વ્યાસ અને ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રિપાલસિંહ રાયજાદા દ્વારા કામગીરી કરવામાં આવી.
6,55,203નો બાકી વેરો ન ભરતાં મનપાએ 15 મિલકતો સીલ કરી: 80 ટાંચમાં લીધી, 10.33 લાખની સ્થળ પર જ વસૂલાત



