રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલમાં બે સેશનમાં કંટ્રોલરૂમ કાર્યરત: 76229 21173 નંબર જાહેર કરાયો
કંટ્રોલરૂમ 25 ફેબ્રુઆરીથી 18મી માર્ચ સુધી સવારે 7થી બપોરના 1:30 અને બીજા સેશનમાં 1:30થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બોર્ડની પરીક્ષા અંતર્ગત એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો તેના માટે બે સેશનમાં કંટ્રોલરૂમ ધમધમશે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબ ધો.10 અને ધો.12 (સામાન્ય અને સાયન્સ પ્રવાહ) બોર્ડની પરીક્ષા માટે રાજકોટ જિલ્લામાં કુલ 63 કેન્દ્રો, 322 બિલ્ડીંગ, 2,816 બ્લોક અને 80,248 વિદ્યાર્થીની સંખ્યા છે. તો બીજી તરફ તા.26મીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન રહે તેના માટે સતત પરિસ્થિતીનું મોનિટરીંગ કરવા માટે તા.25મીથી કરણસિંહજી હાઇસ્કૂલ, સિટી ગેસ્ટ હાઉસની સામે એક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. આ કંટ્રોલરૂમનો સંપર્ક કરવા માટે પરીક્ષાર્થીઓ અથવા વાલીઓએ 76229 21173 મોબાઇલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. આ કંટ્રોલરૂમ તા.25 ફેબ્રુઆરીથી તા.18મી માર્ચ સુધી સતત સવારે 7:00થી બપોરના 1:30 અને બીજા સેશનમાં 1:30થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યા પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓના કોઈ પણ પ્રશ્નનોના સોલ્યુશન મળી રહેશે.
બોર્ડ અને રાજકોટના એક્શન પ્લાનમાં 259 વિદ્યાર્થીનો તફાવત!
શિક્ષણ બોર્ડ અને રાજકોટ જિલ્લાના એક્શન પ્લાનમાં 259 વિદ્યાર્થીનો તફાવત હોવાનું સામે આવ્યું છે. બોર્ડે જે એક્શન પ્લાન જાહેર કર્યો છે તેમાં ધો.10 અને ધો.12ના કુલ 80,507 વિદ્યાર્થી રાજકોટ જિલ્લામાં નોંધાયા હોવાનું દર્શાવ્યું છે. જ્યારે શુક્રવારે રાજકોટ જિલ્લાના જાહેર થયેલા એક્શન પ્લાનમાં ધો.10 અને ધો.12ના કુલ 80,248 વિદ્યાર્થી રાજકોટ જિલ્લામાં નોંધાયા હોવાનું દર્શાવ્યું છે. એટલે કે બોર્ડના એક્શન પ્લાનમાં રાજકોટના કુલ 80,507 વિદ્યાર્થી છે જયારે જિલ્લાના એક્શન પ્લાનમાં 80,248 છે. બોર્ડ કરતા રાજકોટ એક્શન પ્લાનમાં 259 વિદ્યાર્થી ઓછા દર્શાવ્યા છે.
- Advertisement -
જુદી-જુદી કચેરીઓને ફાળવવામાં આવેલી કામગીરી
જિલ્લા શિક્ષણાધિકારી પરીક્ષા સંબંધિત સંખ્યા, રૂપરેખા, કેન્દ્રની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, ઈઈઝટ, કંટ્રોલરૂમ
વિજપુરવઠા બોર્ડના પરીક્ષાકેન્દ્રો પર સતત વીજ પુરવઠો ચાલુ રહે તેના માટે આયોજન કરવું
સીપી-એસપી ઓફિસ પરીક્ષા બિલ્ડીંગ, રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી સ્ટ્રોંગરૂમ પર પોલીસનો પુરતો બંદોબસ્ત
કલેક્ટર સીપી ઓફિસ ઈછઙઈ કલમ-144 ઝેરોક્ષ મશીન બંધ રાખવા, પરીક્ષા સ્થળે બિનઅધિકૃત વ્યક્તિ પર પ્રવેશબંધી
હેલ્થ-કોર્પોરેશન પરીક્ષાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલા સ્ટાફને જરૂર પડે તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડવી
જીએસઆરટીસી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવી
બીએસએનએલ પરીક્ષા કેન્દ્રો પર ટેલીફોન અને ઇન્ટરનેટની સુવિધાઓ સતત ચાલુ રાખવી



