ખાસ-ખબર સંવાદદાતા
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 62 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી અને 8.75 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો હતો.