–0.1 ડીગ્રી ગરમી વધે તો વિશ્વમાં 1.40 કરોડ લોકો પ્રભાવિત થાય છે
-વિશ્વમાં ગરમીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત: ગરમી વધતા શરીરનું અંદરનું તાપમાન જાળવવું મુશ્કેલ બનશે
- Advertisement -
ભારતમાં ગરમીનો પારો સતત ઉંચો રહ્યો છે અને હજું તે કયારે નીચે આવશે તેની કોઈ આગાહી શકય થઈ નથી જયારે જૂન માસમાં પણ આ પ્રકારે ગરમી સહન કરવી પડશે. વિશ્વ સ્તર પર આપવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતના અલગ અલગ શહેરોમાં તાપમાન ખતરનાક સ્તરે જ નહી બેહદ ખતરનાક સ્તરે પહોંચી રહ્યો છે અને આગામી દિવસોમાં તે ફરી વધશે.
વર્લ્ડ વેધર ડીસ્ટ્રીબ્યુશન ગ્રુપ દ્વારા આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રીપોર્ટ મુજબ 41 ડીગ્રી કે તેથી વધારાનું તાપમાન ખતરનાક ગણવામાં આવે છે પણ ભારત સહિત દક્ષિણ એશિયાના અનેક શહેરો અને ગ્રામીણ ક્ષેત્રમાં તે આ 41 ડીગ્રીના સ્તરને પાછળ રાખીને પણ તેનાથી વધુ ઉંચો ગયો છે અને જેમ જેમ તાપમાન વધે તેમ તેમ માનવ શરીર તેમાં અંદરનું તાપમાન જાળવી રાખવામાં મુશ્કેલી અનુભવે છે.
દક્ષિણ પુર્વ એશિયામાં ગરમી અને ભેજથી બહાર આવી આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને ગ્લોબલ વોર્મિંગ તેની એક અસર દેખાડી રહ્યું છે. આ રીપોર્ટમાં કહેવાયું છે કે 1900ની સાલ બાદ ધરતીનું તાપમાન 1.2 ડીગ્રી સેલ્સીયસ વધ્યુ છે અને આ તાપમાન વધવાની આ પેટર્ન ચાલુ જ રહેનાર છે.
- Advertisement -
ભારતની સાથોસાથ થાઈલેન્ડ, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ આ ચેતવણી આપવામાં આવી છે. ભારતમાં અનેક સ્થળો પર ગરમી 46 ડીગીની ઉપર પહોંચી છે અને તેના કારણે ભારતમાં 60 કરોડ લોકો પર ભીષણ ગરમીનો ખતરો આ સદીના અંત સુધીમાં વધી જશે અને સૌથી મહત્વનું એ છે કે જેઓ ઓછા કાર્બન ઉત્સર્જનવાળા એટલે કે દૂરના ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે તેઓ પણ આ ગરમીના પ્રકોપથી બચી શકશે નહી.
આ રીપોર્ટમાં જણાવાયું છે કે, દુનિયાની 22થી39% વસતિ આ ગરમીથી પ્રભાવિત થશે જેમાં વિશ્વનું તાપમાન આ સદીના અંત સુધીમાં કુલ 2.7 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે અને કુલ 200 કરોડ લોકો તેના અત્યંત ખરાબ પ્રભાવ હેઠળ આવી જશે.
2070 સુધીમાં વિશ્વની વસતિ 950 કરોડ સુધી પહોંચી જશે. જો ગરમીમાં 0.1 ડીગ્રીનો વધારો થાય તો પણ વિશ્વમાં 1.40 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થાય છે. ફકત 1.2 ડીગ્રી ગરમી વધવાથી જંગલની આગ વિ.ની સ્થિતિ તિવ્ર બની છે.