– પાકિસ્તાન સૌથી નબળા પાસપોર્ટના લિસ્ટમાં સામેલ થયું
દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી તૈયાર થઇ ગઇ છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024ના જણાવ્યા અનુસાર, આ વખતે પહેલા નંબર પર એક-બે નહીં પરંતુ 6 દેશો છે. આ 6 દેશોના પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. આ પાસપોર્ટ પોતાના નાગરિકોને દુનિયાના 227 સ્થળોમાંથી 194માં વગર વિઝાની એન્ટ્રીની સુવિધા આપી રહ્યા છે. આ 6 દેશોને પહેલા નંબર પર જગ્યા બનાવી છે, જેમાં યૂરોપના ફ્રાંસ, જર્મની, ઇટલી અને સ્પોન સામેલ છે. જ્યારે, સતત 5 વર્ષોથી આ સ્થાન પર બની રહેલા એશયાઇ દેશ જાપાન અને સિંગાપુર ફરી એક વખત નંબર-1 પર છે.
- Advertisement -
આ ઇન્ડેક્સમાં ફરી એક વખત યૂરોપીય દેશોએ પોતાની જગ્યા બનાવી છે. લિસ્ટમાં બીજા સ્થાન પર દક્ષિણ કોરિયા ફિનલેન્ડ અને સ્વીડન છે, જેમના પાસપોર્ટ 193 સ્થળ સુધી વગર વિઝા જવાની સુવિધા આપી રહ્યા છે. જયારે, ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, આયરલેન્ડ અને નેધરલેન્ડ છે, જેના પાસપોર્ટ પર નાગરિક 192 સ્થળ પર વિઝા-ફ્રી એન્ટ્રી લઇ શકે છે. 191 સ્થળ સુધી વગર વિઝાના જવાની છુટની સાથે બ્રિટને ચોથા સ્થાન પર જગ્યા બનાવી છે. જે ગયા વર્ષ છઠ્ઠા સ્થાન પર હતા.
ભારત કેટલામાં નંબર પર છે?
ભારત આ લિસ્ટમાં 80માં સ્થાન પર છે. ભારતીય પોતાના પાસપોર્ટના માધ્યમથી હાલના સમયમાં 62 સ્થળો પર વગર વિઝાએ જઇ શકે છે. જેમાં થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મોરિશસ, શ્રીલંકા અને માલદીવનો સમાવેશ થાય છે. બીજી તરફ ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો ત્યાં 85 સ્થળોમાં વીઝા ફ્રી એન્ટ્રીની સાથે ચીનને 62માં સ્થાન પર રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાન સૌથી નબળા પાસપોર્ટના લિસ્ટમાં સામેલ
જ્યારે, સૌથી નબળા પાસપોર્ટની વાત કરવામાં આવે તો તેમાં અફઘાનિસ્તાનનો નંબર સૌથી ઉપર આવે છે. જ્યારે, પાકિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળા પાસપોર્ટની લિસ્ટમાં ચોથા નંબર પર છે. યુદ્ધ પ્રભાવિત સીરિયા અને ઇરાકના પાસપોર્ટ આ લિસ્ટમાં બીજા અને ત્રીજા નંબર પર છે. સૌથી નબળા પાસપોર્ટમાં પાકિસ્તાનની સ્થિતિનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય કે, તેમના પાસપોર્ટની સ્થિતિ યુદ્ધ ગ્રસ્ત વિસ્તારો યમન અને સોમાલિયાથી પણ ખરાબ છે. આ સિવાય નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના પાસપોર્ટ નબળા પાસપોર્ટના લિસ્ટમાં રાખી શકાય છે.