ઓક્સફોર્ડ યુનિવર્સિટીને પછાડીને દિલ્હી એઈમ્સ મેડિકલ કોલેજ 23માં ક્રમે
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયામાં ટોપ 100 મેડિકલ કોલેજોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં દિલ્હીની એઈમ્સ મેડિકલ કોલેજે 23મો ક્રમાંક મેળવ્યો છે. ભારત માટે ગૌરવની વાત એ છે કે દુનિયાની ટોપ 100ના મેડિકલ કોલેજોના લિસ્ટમાં દેશની 6 મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે દિલ્હીની એઈમ્સએ ઓક્સફેર્ડ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલ અને યુનિવર્સિટી કોલેજ લંડનને પછાડી દીધી છે. ઓક્સફેર્ડ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલને દિલ્હી એઈમ્સથી 0.36 પોઇન્ટ ઓછા મળ્યા છે જેના કારણે તેને 24મો નંબર આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે દરેક ભારતીય મેડિકલ કોલેજોના રૂપમાં દરેક ભારતીય માટે આ ગૌરવની ક્ષણ છે. આ લિસ્ટ અમેરિકાના સીઈઓ વર્લ્ડ મેગેઝિન દ્વારા 90 હજાર લોકોના મતના આધારે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ લિસ્ટમાં અમેરિકાની જોન હોપક્ધિસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનને દુનિયાની સૌથી બેસ્ટ કોલેજ તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે હાવર્ડ મેડિકલ સ્કૂલને લિસ્ટમાં બીજું સ્થાન આપવામાં આવ્યું છે.
પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પેરેલમેન સ્કૂલ ઓફ મેડિસિનને ત્રીજું સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં ભારતની 6 કોલેજો સામેલ છે. ભારતના સંદર્ભે જોઇએ તો આ લિસ્ટમાં સૌથી ઉપર દિલ્હી એઈમ્સ, પૂણેની આર્મ્ડ ફેર્સ મેડિકલ કોલેજ , વેલ્લોરની ક્રિશ્વિયન મેડિકલ કોલેજ, પુડ્ડુચેરીની, ચેન્નઇ મદ્રાસ મેડિકલ કોલેજ બનારસની ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ બીએચયુ છે.