બોલિવુડ એક્ટર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરમાં ફેશન ડિઝાઈનર શૂરા ખાન સાથે નિકાહ કરી લીધાં છે. બહેન અર્પિતાના ઘેર અરબાઝ અને શૂરાના નિકાહ સંપન્ન થયાં હતા.
અરબાઝ ખાન શૂરા ખાન સાથે પોતાનું નવું જીવન શરું કર્યું છે. આજે એટલે કે 24મી ડિસેમ્બરે અરબાઝ ખાને શૂરા ખાન સાથે નિકાહ કર્યાં હતા. બહેન અર્પિતાના ઘેર અરબાઝ ખાને મુસ્લિમ રીત રિવાજો અનુસાર નિકાહની વિધી સંપ્પન કરી હતી. આ પ્રસંગે અરબાઝ ખાનનો આખો પરિવાર હાજર રહ્યો હતો.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
અરબાઝ ખાનના લગ્નમાં સલમાનની પડી ગ્રાન્ડ એન્ટ્રી
સલમાન ખાનની પણ ભાઈ લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી પડી હતી. સલમાન ખાન કુર્તા-પાયજામામાં હંમેશાની જેમ ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો હતો.
View this post on Instagram
રવીના ટંડન રાશા સાથે પહોંચી
અભિનેત્રી રવિના ટંડન પુત્રી રાશા થડાની સાથે નિકાહમાં હાજરી આપતી જોવા મળી હતી. રવિના આકાશ વાદળી રંગના સારા સૂટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને રાશા ગુલાબી રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Salman bhai seen attending Arbaz Khan nikah ceremony pic.twitter.com/eEvjLfhprv
— Devil_Syed (@Ibeing_Syed) December 24, 2023
મલાઈકા સાથે થયું હતું બ્રેકઅપ
ઉલ્લેખનીય છે કે 19 વર્ષ સાથે રહ્યાં બાદ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનું લગ્નજીવન તૂટી ગયું હતું. 2017માં તેમણે છૂટાછેડા લઈ ગયાં હતા. જોકે તે પછી પણ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.