માર્ચ એન્ડિંગને લઈ PGVCLની ‘વીજ’ સ્ટ્રાઇક
4 માસથી બિલ ન ભરનારા અને 5 હજારથી વધુનું લેણું ધરાવતા ગ્રાહકો નિશાન પર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માર્ચ એન્ડિંગ નજીક આવતા જ ઙૠટઈક દ્વારા સૌરાષ્ટ્ર – કચ્છમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. વિજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરાઈ છે. ડીસ કનેક્શન ડ્રાઈવમાં 52802 ગ્રાહકોના કનેક્શન કાપવામાં આવ્યા છે અને તેના થકી પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડને રૂ.101.17 કરોડની આવક થઈ છે. જેમાં 4 માસથી વધુ સમયથી તેમજ રૂ.5000 થી વધુ વિજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જોકે હજુ 2.23 લાખ ગ્રાહકો એવા છે કે જેઓ વિજ બીલ ભરતા નથી. જેમની પાસેથી રૂ.98.50 કરોડની વસૂલાત બાકી છે. જેથી હવે ચેકીંગ ડ્રાઇવ થકી તેઓ પર સકંજો કસવામાં આવશે.
ઙૠટઈકના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યુ હતુ કે, નાણાકીય વર્ષના અંતે ડેબિટ એરિયસ ઓછું કરવા માટે કંપની દ્વારા વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી હતી.
25 ફેબ્રુઆરીએ થયેલી પ્રથમ ડ્રાઇવમાં 30857 ગ્રાહકોના વિજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને રૂ.86.94 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 17 માર્ચના મેગા ડીસ કનેક્શન પાર્ટ 2 માં 21945 વીજ કનેક્શન કટ થયા હતા અને તેમાં રૂ.41.48 કરોડની આવક થઈ છે. જે પહેલા રૂ.140 કરોડ જેટલું લેણું બાકી હતુ.
જોકે રૂ.42 કરોડની રિકવરી થતા રૂ.98 કરોડની ડેબિટ એરિયર્સ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઙૠટઈકની ઓછી ડેબિટ એરિયર્સ બાકી રહે તે માટે રજાના દિવસોમાં પણ વિજ બિલ ન ભરનારાને ત્યાંથી વસૂલાતની કામગીરી ચાલુ રહેશે. અગર હકો અને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાનું બાકી વિજ બિલ ઓનલાઇન પણ ભરી શકે છે. ઉદ્યોગકારો અને ખાનગી રેસીડેન્સ ધારકોને ત્યાંથી બાકી વિજ બિલની વસૂલાત માટે ચેકિંગ અને કલેક્શનની કામગીરી ચાલી રહી છે.
આ ઉપરાંત સરકારી કચેરીઓના બાકી લેણા બાબતે જણાવ્યું હતું કે, તેઓને સરકાર તરફથી ગ્રાન્ટ મળતાની સાથે જ તેમના દ્વારા વીજ બિલ ભરપાઈ કરી દેવામાં આવતુ હોય છે. જેમાં નગરપાલિકાઓના વિજ બિલ બાકી છે. જોકે તેમાં સાવરકુંડલા નગર પાલિકા તરફથી ચૂકવણી થઈ ચૂકી છે. ગોંડલ નગરપાલિકાના વીજ બિલની રકમ પણ મળવાની છે. જોકે આ નગરપાલિકાઓનો હેતુ લોકોની સેવાનો હોય છે.
તેમણે જણાવ્યું કે, આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં 4 મહિનાથી વધુ સમયથી જે ગ્રાહકો દ્વારા વીજ બિલ ભરવામાં આવ્યું ન હોય અને રૂ.5000 થી વધુનું વીજ બિલ બાકી હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી ડીસ કનેક્શન ડ્રાઈવ કરવામાં આવી હતી. હજુ 50000 જેટલા ગ્રાહકો એવા છે કે જેમના દ્વારા વિજ બિલ ભરવામાં આવ્યુ નથી. જેથી તેઓની પાસેથી નાણાની વસૂલાત બાકી છે. જોકે ઙૠટઈક દ્વારા આ જ રીતે ડ્રાઇવ રાખી માસ જખજ દ્વારા ગ્રાહકોને વિજ બિલ ભરવા સૂચના આપવામાં આવી રહી છે.



