ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર જિલ્લામાં જમીનનાં ભાવ આસમાનને આંબી ગયા છે ત્યારે ભુમાફીયાઓ દ્વારા કોઇની પરસેવાની કમાણીની કિંમતી જમીન, મકાન પચાવી પાડતા હોય છે ત્યારે આવા જમીન કૌભાંડકારો સામે રાજય સરકારે લેન્ડ ગ્રેબીંગનો કડક કાયદો બનાવી કલેકટરના અધ્યક્ષ સ્થાને કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં દર મહીને લેન્ડ ગ્રેબીંગની કમીટી મળે છે ત્યો આજે બપોર બાદ પણ કલેકટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવાર બાદ ચુંટણીલક્ષી કામગીરીના કારણે આ વખતે એક મહીના પછી લેન્ડ ગ્રેવી્ંર કમીટી મળવાની છે ત્યારે આ વખતે 50 થી વધુ કેસ મુકવામાં આવ્યા છે. લેન્ડ ગ્રેબીંગ કમીટીમાં મુકવામાં આવેલા કેસમાં 25 થી વધુ અરજીઓ રાજકોટ શહેરની હોવાનું જાણવા મળ્યું છે. કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને મળનારી લેન્ડ ગ્રેબીંગ કમીટીમાં રજુ કરવામાં આવેલા કેસના પુરાવાની તુલના કર્યા બાદ જરૂર જણાય તેટલા જ કેસમાં ગુના દાખલ કરવામાં આવશે. જયારે બાકીની અરજી પેન્ડીંગમાં મુકી દેવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી લેન્ડ ગ્રેબીંગ કમીટીને દરરોજની 4 થી 5 અરજી મળતી હોય જેના કાણે અરજીનો ભરાવો થઇ ગયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
રાજકોટ લેન્ડ ગ્રેબિંગ કમિટિની બેઠકમાં 50 કેસ મુકાયા : અમુકમાં ગુનો દાખલ કરાશે
