હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે, જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવનાઓ છે.
રાજયમાં અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યાં છે .ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવનાઓ છે.વધુમાં આજે સૌરાષ્ટ્ર, કચ્છ, પોરંબદર, જૂનાગઢ, સુરતમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ અને ભાવનગરમાં યલ્લો અલર્ટ અપાયું છે.
- Advertisement -
તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે જેને લઈને હવામાન વિભાગે 2 દિવસ હિટવેવની આગાહી કરી છે. આવતી કાલે સુરત,પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગરમાં હિટવેવની આગાહી કરી છે. આગામી 24 કલાક સુધી તાપમાનમાં યથાવત્ રહેશે અને 24 કલાક બાદ ગરમીમાં સામાન્ય ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.
હિટવેવની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં સતત વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને લઈ આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરી છે. જેમાં ખાસ કરીને જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના આપી છે. જે અંતર્ગત સફેદ અને સુતરાઉ કપડા પહેરવા, પાણી પીવા બાબતે સૂચના અપાઈ તો હેલ્થ એન્ડ વેલનેસ સેંટર, CHC-PHC પર માર્ગદર્શન અપાશે.
એપેડેમિક ડિસિઝ ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ કતીરાએ જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વધુ ગરમી છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, જિલ્લા વાર ગરમીની સ્થિતિ અલગ અલગ છે. તેમણે કહ્યું હતું કે, અત્યા રસુધી 249 હીટ સ્ટ્રોક દેખાયા છે જેમાંથી કોઈ ગંભીર કેસ નથી.
- Advertisement -
10 બેડ ઉભા કરાયા
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગરમીથી હિટ સ્ટ્રોક થયેલા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ ખાતે તાત્કાલિક 10 બેડ ઉભા કરાયા છે. બપોરે ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા તબીબોની અપીલ કરવામાં આવી છે.