રોકાણ શાખાનો સ્ટાફ તેમજ વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશઅનુસાર ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના મર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા રાજકોટ મનપાને પાપ્ત થયેલ આલગ અલગ અનામત હેતુ પ્લોટ પર થયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામ દુર કરવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 5305.00 ચો.મી.ની. અંદાજીત 42.44 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. વોર્ડ નં.11માં ટી.પી. સ્કીમ નં.24 (મોટા મવા), 18.00મી. ટી.પી. રોડ ભીમનગર પાછળના વિસ્તારમાં નડતરરૂપ કમ્પાઉંડ વોલ અને ટી.પી. સ્કીમ નં.28(મવડી), અંતિમ ખંડ નં.37એ (વાણીજ્ય વેચાણ), પરસાણા ચોકમાં 42.44 કરોડની કિંમતનું અનધિકૃત જગ્યાનું દબાણ હટાવવામાં આવ્યું હતું. આ ડિમોલેશનમાં ટાઉન પ્લાનીંગ શાખામાં તમામ આસિ.ટાઉન પ્લાનર, આસિ. એન્જિનિયર, એડી.આસિ. એન્જિનિયર, સર્વેયર, વર્ક આસિ., જ્ગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલંસનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.