એક હૃદય, એક લિવર અને 2 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી પશ્ચિમ ભારતનો રેકોર્ડ સર્જાયો
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના 47 વર્ષીય મહિલા હાર્દિકાબેન ધવલભાઇ માંકડ ને બ્રેઈન સ્ટ્રોક થયો હતો અને ત્યારબાદ બ્રેઈન હેમરેજ થયું હતું. જેના માટે દર્દીને ઈઈંખજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ પણ તે સ્વસ્થ ન થતાં તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી. ન્યુરોસર્જન ડો. સંદીપ શાહ અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર સુનિલ અગ્રવાલે અંગ દાન માટે સંબંધીને કાઉન્સેલિંગ કર્યું, જેના માટે તેઓ અંગ દાન માટે સંમત થયા હતા.
- Advertisement -
ઈઈંખજ હોસ્પિટલમાં 4 દર્દીઓમાં એક હૃદય, એક લિવર અને 2 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.પશ્ચિમ ભારતમાં આ એક રેકોર્ડ હશે જ્યાં એક જ હોસ્પિટલમાં એક બ્રેઈન ડેડ પેશન્ટમાંથી મેળવેલા અંગોમાંથી એક જ દિવસમાં 4 અલગ-અલગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આવા સમયે માંકડ પરિવારજનોએ અતિ આવશ્યક નિર્ણય કર્યો સાથે ચાર જીવોને નવું જીવન બક્ષી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડોક્ટર્સએ પણ ઓર્ગન ડોનર અને તેમના પરિવારનો આભાર માન્યો હતો.