વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ખરાબાની જમીનમાં બ્લાસ્ટ કરવાની તૈયારી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
મોરબી એસઓજી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેરના તરકીયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમાં મુન્નાભાઇ વલુભાઇ ભરવાડ પોતાના કબ્જામાં ગેરકાયદેસર એકસપ્લોઝીવનો જથ્થો રાખી, કોઇ પણ જાતની મંજુરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય, જે બાતમીના આધારે વાંકાનેર ડીવાયએસપીની ટીમ સાથે એસ.ઓ.જી. ટીમે વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં દરોડો પાડી આરોપી 1). મુન્નાભાઇ વલુભાઇ બાંભવા (ઉ.વ. 36, રહે. તરકીયા), 2). પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ (ઉ.વ. 25, રહે. મેસરીયા), 3). રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા (ઉ.વ. 23, રહે. જાનીવડલા તા.ચોટીલા) અને 4). રણુભાઇ બાલાભાઇ બાંભવા (ઉ.વ. 23, રહે. તરકીયા)ને સ્થળ પરથી 1161 કિલો એકસ્પ્લોઝીવના મુદ્દામાલ સાથે તરકીયા ગામનાં સરકારી ખરાબાના સર્વે નં-163/1 પૈકી 24 વાળી જમીનમાં આશરે 57 જેટલા બોર કરેલ જે 45 ફુટ ઉંડા કરી તે પૈકીના 14 બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તે દરમ્યાન રેઇડ કરી ચારે ઇસમોને રંગેહાથ ઝડપી પાડી તેની સામે આઇ.પી.સી કલમ 286,308 તથા એક્સપ્લોઝીવ એક્ટ કલમ 9બી(1-બી) તથા એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એકટ 1908ની કલમ 4, 6 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીઆ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી લોમકુભાઈ માનસીભાઈ ખાચર (રહે. મેસરીયા) અને દેવાયતભાઈ ડાંગર (રહે. બેટી, મોરબી) નું નામ સામે આવતાં તેની સામે પણ ગુનો નોંધી, સ્થળ પરથી 1). BEEZAASAN EXPLOTECH PVT.LTD કંપનીના 83mm k 2.78 સલત ની જીલેટીન સ્ટીક નંગ 418 જેનો વજન 1161 કિલો (કિંમત રૂ. 92,796), 2). ઇલેક્ટ્રોનીક ડીટોનેટર નંગ-50 (કિંમત રૂ. 7,440), 3). ઝકઉ વાયર નંગ-5 (કિંમત રૂ. 3600) અને 4). પાંચ મોબાઇલ (કિંમત રૂ. 25,000) સહિત કુલ રૂ. 1,28,836 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.