ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. 20/09/2023 થી તા. 29/09/2023 દરમિયાન શહેરના માટેલ ચોક, સોલવન્ટ ક્વાર્ટર, કોઠારીયા રોડ, આજી ડેમ, રણુજા મંદિર, શિવ હોટલ, ગોંડલ ચોકડી પુલ નીચે રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, ગુલાબનગર, શિવનગર તથા આજુબાજુમાંથી 30 (ત્રીસ) પશુઓ, રૈયાગામ, યોગરાજનગર, સિધ્ધિ એપાર્ટમેન્ટ, બંસીધર સોસાયટી, ઇન્દિરા સર્કલ, બ્રહ્મનાથ સોસાયટી, મનહરપૂર ગામ, ઘંટેશ્ર્વર, વર્ધમાન નગર, પચ્ચીસ વારીયા, શાસ્ત્રીનગર, ધરમનગર ક્વાર્ટર, ગોપાલ ચોક, આર.એમ.સી. ક્વાર્ટર, માધવ રેસીડેન્સી તથા આજુબાજુમાંથી 41 (એકતાલીસ) પશુઓ, સર્વોદય ચોક, 80 ફૂટ રોડ, ક્રિષ્ના પાર્ટી પ્લોટ આગળ, સર્વોદય શાળા, રેલનગર, પોપટપરા, 150 ફૂટ રીંગરોડ, તથા આજુબાજુમાંથી 11 (અગીયાર) પશુઓ, પટેલ ચોક, તિરૂપતી પાર્ક, બાલજીપાર્ક, બાલમુકુંદ સોસાયટી, પ્રકાશ સોસાયટી તથા આજુબાજુમાંથી 19 (ઓગણીસ) પશુઓ, નાળોદા નગર, દેવપરા મેઈન રોડ, રામનગર, અંબાજી કડવા પ્લોટ, વિનાયક નગર, નાલંદા કો.ઓ.સોસાયટી, રામેશ્ર્વર પાર્ક, મીરાનગર મેઈન રોડ તથા આજુબાજુમાંથી 13 (તેર) પશુઓ, માર્કેટીંગ યાર્ડ, મંછાનગર, નરસિંહનગર, ઠાકર ચોક, માલધારી સોસાયટી, શક્તિ સોસાયટી, પેડક રોડ, સંતકબીર રોડ, રાજારામ સોસાયટી, મયુરનગર, મોરબી રોડ, સરદાર સોસાયટી, જય જવાન જય કિશાન, ભગવતીપરા, નવાગામ છપ્પનીયા ક્વાર્ટર, તથા આજુબાજુમાંથી 29(ઓગણત્રીસ) પશુઓ, મુરલીધર ચોક, લક્ષ્મીનગર નાલા, ચંદ્રેશનગર મેઈન રોડ, શિવદ્રષ્ટિ સોસાયટી, માસૂમ સ્કૂલ તથા આજુબાજુમાંથી 11(અગીયાર) પશુઓ, પંચાયત ચોક, મુંજકા ગામ, યુનિવર્સિટી રોડ, હરીક્રુષ્ણ ફ્લેટ, રંભામાની વાડી મેઈન રોડ, શાંતિનગરના ગેઈટ પાસે, ભીડભંજન સોસાયટી, તથા આજુબાજુમાંથી 26 (છવ્વીસ) પશુઓ, જાગનાથ પ્લોટ, આજી જી.આઈ.ડી.સી., થોરાળા, કટારીયા ચોકડી તથા આજુબાજુમાંથી 13 (તેર) પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 304 પશુઓ પકડવામાં આવ્યા છે.
શહેરમાં રસ્તે રખડતાં 304 પશુ પકડવામાં આવ્યા
