લૉકડાઉન વખતે શહેરનાં સામા કાંઠાની પાન-માવાની દુકાનો લૂંટનાર નેતાજી જમીનો પણ લૂંટે છે.
રાજકોટ જમીન કૌભાંડોનો રાષ્ટ્રીય ગઢ માનવામાં આવે છે, અહીં જેટલાં લેન્ડસ્કેમ બીજે ક્યાંય થતાં નથી. એક રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં પણ આ વાત પુરવાર થઈ ચૂકી છે. આ વાતને ફરી વખત સાબિત કરે તેવું મસમોટું જમીન કૌભાંડ શહેરનાં ગોંડલ રોડ પર આચરવામાં આવ્યું છે. રાજકોટનાં મોટાભાગનાં જમીન કૌભાંડોમાં જેમ રાજકારણીઓનો હાથ હોય છે- તેમ આ મહાકૌભાંડમાં પણ ઉપલા કાંઠાના એક ભારેખમ નેતા ગળા સુધી ખૂંપેલા છે અને ભૂતકાળમાં આ જમીન માટે એમની જ જ્ઞાતિનાં એક મંત્રી (હાલ ભૂતપૂર્વ)એ પણ પાપલીલામાં પૂરેપૂરો સાથ આપ્યો છે.
બનાવની વિગત એવી છે કે, લવજી બારણ (કાલ્પનિક નામ)એ દાયકાઓ પહેલાં ખોટો ખાતેદાર બની ગયો હતો અને પોતાની જમીન લોધિકામાં છે- તેવું દર્શાવ્યું હતું. આવું દર્શાવીને તેણે ગોંડલ રોડ પર 24 એકર જમીન ખરીદી હતી. લવજી વાસ્તવમાં ખાતેદાર નહોતો તેથી ગોંડલ રોડ પર ખરીદેલી તેની જગ્યા પર પણ સરકારનો હક્ક જ ગણાય અને એ જમીન શ્રીસરકાર જ થાય. પરંતુ નેતાજીએ લવજી (ફોન નંબર: 351 53 54 55 57)નાં વારસદારો પાસેથી આ ગેરકાયદે જમીન તદ્દન કાયદા વિરૂદ્ધ જઈને ખરીદી લીધી. જમીન ખરીદ કર્યા પછી ત્યાં તેણે અને તેનાં ભાઈ અને સાગરીતોએ પ્લોટિંગ પણ કરી લીધા અને પ્લોટ રાતોરાત વેંચી પણ નાખ્યાં!
- Advertisement -
કેટલાંક જાગૃત નાગરિકોએ આ સોદા સામે વાંધો રજુ કર્યો ત્યારે તત્કાલિન નાયબ મામલતદાર અને હાલ કદાચ થાનમાં મામલતદાર તરીકે ફરજ (નહીં) બજાવતા લાવડિયાએ વાંધા અરજી નામંજૂર કરી. લાવડિયાએ આવું એટલે કર્યું કારણ કે તેનાં પર તત્કાલિન મંત્રીનું ભારે દબાણ હતું અને એક તત્કાલિન ધારાસભ્ય જ કૌભાંડનો સૂત્રધાર હતો. ઉપરથી લાવડિયા (કાલ્પનિક નામ નથી)ને મલાઈ પણ કદાચ ભરપૂર મળી રહી હતી.
વાસ્તવમાં આવી વાંધા અરજી નાયબ મામલતદારે સીધા જ ડેપ્યુટી કલેકટરને ફોરવર્ડ જ કરવાની હોય છે. નાયબ મામલતદાર કે મામલતદારને આવો નિર્ણય લેવાનો અધિકારી જ નથી. વાંધો લેનાર પછી તત્કાળ ડેપ્યુટી કલેકટર દેસાઈ (વાસ્તવિક નામ છે) પાસે પહોંચ્યા. તેમણે પળભરમાં ટેલિફોનિક સૂચનાથી જ નાયબ મામલતદારનો હુકમ રદ કરાવ્યો અને હાલ આ કેસ બોર્ડ પર છે. પરંતુ નેતાજી અને તેમનાં સાગરિતો આ જમીન ક્લીયર કરવા આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે.
એક ભૂતપૂર્વ અને એક હાલનાં મંત્રીએ દબાણ આણી વાંધા અરજી નાયબ મામલતદાર પાસે રિજેક્ટ કરાવી, વાસ્તવમાં નાયબ મામલતદાર તો શું, મામલતદારને પણ આવી સત્તા નથી.
કૌભાંડની ચોંકાવનારી વિગતો નામ સહિત બહાર આવશે ત્યારે કેટલાંયની ‘મંત્રી’ નાંખશે: અનેકના પદ જશે
વાસ્તવમાં આવી વાંધા અરજી નાયબ મામલતદારે સીધા જ ડેપ્યુટી કલેકટરને ફોરવર્ડ જ કરવાની હોય છે. નાયબ મામલતદાર કે મામલતદારને આવો નિર્ણય લેવાનો અધિકારી જ નથી. વાંધો લેનાર પછી તત્કાળ ડેપ્યુટી કલેકટર દેસાઈ (વાસ્તવિક નામ છે) પાસે પહોંચ્યા. તેમણે પળભરમાં ટેલિફોનિક સૂચનાથી જ નાયબ મામલતદારનો હુકમ રદ કરાવ્યો અને હાલ આ કેસ બોર્ડ પર છે. પરંતુ નેતાજી અને તેમનાં સાગરિતો આ જમીન ક્લીયર કરવા આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે.
- Advertisement -
‘લવજી’નાં વારસદારોએ નેતાજીનાં સાગરીતોનાં નામનાં દસ્તાવેજ કર્યા
કલેકટર મહેશ બાબુ અને ડેપ્યુટી કલેકટર દેસાઈ ધન્યવાદને પાત્ર
લગભગ ત્રણસો કરોડનાં આ કૌભાંડમાં કૌભાંડિયાઓએ ભરપૂર નાણાં વેર્યા છે. આવી સ્થિતિમાં ડેપ્યુટી કલેકટર વિરેન્દ્ર દેસાઈ તથા કલેકટર મહેશ બાબુને સામ-દામ-દંડ-ભેદથી ખરીદવા તમામ પ્રયત્નો થયા જ હશે. પણ બેઉ અધિકારીઓ હિંમતપૂર્વક, ઝૂક્યા વગર અડિખમ રહ્યા. તેમને એ પણ ખ્યાલ હોય જ કે, આ પ્રકરણમાં કશું પણ ખોટું કરવું એ પાણા પર પગ મારવા જેવું છે. આમ, બેઉ અધિકારીઓની નિડરતા વખાણવા લાયક ગણાય.લવજીનાં વારસદારોએ આ જમીન કુલ ચાર દસ્તાવેજો થકી નેતાજીનાં આઠેક સાગરીતોને વેંચી છે. જો કે, સાગરીતો તો માત્ર મહોરૂં છે, અસલી ચહેરો તો નકાબ પાછળ છૂપાયેલાં નેતાજીનો જ છે. આ નેતાજી ભારે વિવાદાસ્પદ છે. લોકડાઉન દરમિયાન તેઓ પાન-મસાલાની હોલસેલ દુકાનો લૂંટવાની પ્રવૃત્તિ કરતા હતા. બદમિજાજ, બદદિમાગ એવા એ નેતાજીને આ જમીનનાં કૌભાંડ બદલ સરકાર જ પાઠ ભણાવે તો ઉદાહરણ બનશે.
આ જમીન સળગતું લાકડું છે, જે અડશે તે સળગી મરશે
જમીનનો આ કિસ્સો દિવા જેવો સ્પષ્ટ છે- જો કોઈ વ્યક્તિ કે કોઈ અધિકારી આ મામલે નેતાજીની તરફેણ કરવા જશે તો એ દાઝી જશે એ નક્કી છે. આ જમીન સરકારને જ મળવી જોઈએ, કારણ કે તેનો દસ્તાવેજ જ ખોટી રીતે થયેલો છે. ખેડૂત ન હોય તેવી વ્યક્તિ બોગસ ખાતેદાર બનીને જો જમીન લેવામાં આવે તો એ શ્રીસરકાર જ થાય છે અને એન્ટ્રી રદ થઈ જતી હોય છે. આવી જમીન વેંચાણ કે તબદીલ થઈ શકતી નથી. આમ આ જમીન ફરી સરકારને સોંપી દેવાય તેમાં જ બધાનું હિત છે.