CID તપાસ અર્થે રિમાન્ડ મેળવવા આજે કોર્ટમાં રજૂ કરશે
પોઇચા જેવુ જમીન અને મોટી ગૌશાળા બનાવવાના બહાને આચરી હતી ઠગાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રૂ.3 કરોડની ઠગાઇના ગુનામાં જૂનાગઢના ઝાલાણસરનાવી. પી. સ્વામીને સીઆઇડીની ટીમે દબોચી લીધો છે આરોપીના રિમાન્ડ મેળવવા રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજકોટમાં જમીન મકાનના ધંધાથી સાથે 3 કરોડથી વધુની છેતરપીંડી થઈ હતી. જેમાં પોઇચા જેવુ જ સ્વામિનારાયણ મંદિર બનાવવા અને ગૌશાળા બનાવવાનું કહીં ફરિયાદી અને સાહેદને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરતાં જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી. સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદ સિદ્ધેશ્ર્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી રૂ.3 કરોડથી વધુ પડાવ્યા હોવાની ફરિયાદ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દરમિયાન હ્યુમન રિસોર્સથી લાલજી ઢોલા (ઉં. વ.36, રહે.મણીભદ્ર સોસાયટી, ગોડાદરા, સુરત, મૂળ ધોકડવા, તા.ઉના, જિ. ગીર સોમનાથ)ને સુરતના સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય સામેથી ઝડપી લેવાયો હતો. આ દરમિયાન રાજકોટ ઇકો સેલે આણંદ સહિતના આશ્રમે દરોડા પાડ્યા હતા પણ આરોપી સ્વામીઓ હાથ લાગ્યા નહોતા આ પછી બાતમી મળતા પીઆઈ કૈલાના માર્ગદર્શનમાં ઇકો સેલની ટીમ ગોવા પહોંચી હતી અને બોગસ ખેડૂત કહેવાતા ભુપેન્દ્ર અને વિજયસિંહને ગોવાથી ઝડપી લીધા હતા આ તરફ પોલીસના હાથ આરોપીઓ સાધુઓ સુધી પહોંચી જશે તેવી પુરી દહેશત હોવાથી માધવપ્રિયદાસ સ્વામીએ આગોતરા જામીન અરજી કરી હતી જે રાજકોટની કોર્ટે રિજેક્ટ કરી નાખી હતી. આ કૌભાંડમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
જેથી સરકારે તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી હતી. સીઆઇડીએ જે. કે. સ્વામીને ઝડપી લીધા હતા અને તે પછી હવે આ ગુનાના મુખ્ય સૂત્રધાર ગણાતા વડતાલ તાબાના વડતાલ તાબાના જુનાગઢના ઝાલાણસર ખાતે આવેલ મંદિરના સ્વામી વિજયપ્રકાશ ઉર્ફે વી. પી. સ્વામીની સી.આઈ.ડી. ગાંધીનગરની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આજે તા. 30/10/2024 ના રોજ રાજકોટની કોર્ટમાં વી. પી. સ્વામીને રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે.