મૃતકોમાં ઇઝરાયલ અને ઇટાલી ઉપરાંત દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જેમાં ઇઝરાયલ અને ઇટાલીના બે વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. લગભગ 17 લોકો ઘાયલ થયા છે.જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બૈસરનમાં મંગળવારે બપોરે પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. જોકે, સત્તાવાર રીતે 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. લગભગ 17 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ઇઝરાયલ અને ઇટાલીના બે વિદેશી પ્રવાસીઓ ઉપરાંત દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
- Advertisement -
ઘાયલોના નામ
- Advertisement -
બુધવારે રાત્રે શ્રીનગર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે પીસીઆર ખાતે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. મંગળવારે પહેલગામના બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરી દીધી, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ છેલ્લા કેટલાક વર્ષોમાં કાશ્મીરમાં નાગરિકો પર થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલાઓમાંનો એક છે.
જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે જારી કર્યો હેલ્પલાઇન નંબર
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. આના દ્વારા, દેશ અને દુનિયાના લોકો પહેલગામમાં ફસાયેલા તેમના પ્રિયજનોની સુખાકારી જાણી શકે છે.
મદદ માટે તમે નીચેના નંબરો પર ફોન કરી શકો છો.
- ઇમરજન્સી કંટ્રોલ રૂમ- શ્રીનગર: 0194-2457543, 0194-2483651
- આદિલ ફરીદ, એડીસી શ્રીનગર – 7006058623
અનંતનાગ પોલીસે પણ હેલ્પલાઇન નંબરો જારી કર્યા. પ્રિયજનો વિશે માહિતી મોબાઇલ નંબર 9596777669 અને ફોન નંબર 01932225870 પર મેળવી શકાય છે. આ ઉપરાંત, 9419051940 નંબર પર વોટ્સએપ પણ કરી શકાય છે.