-આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક
પંજાબ અને હરિયાણાના 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના દિલ્હી ભણી કૂચની સમગ્ર તૈયારી કરી લીધી છે. પંજાબમાં મોટી સંખ્યામાં ખેડૂતો હરિયાણા બોર્ડર પર એકઠા થઇ રહ્યા છે. જેની વચ્ચે ભારતીય ખેડૂત યુનિયન અગરાંહાં ગુટના નેતા જોગિંદર સિંહ ઉગરાહાએ 16 ફેબ્રુઆરીના ભારત બંધની જાહેરાત કરી છે. તેમણે બધા ખેડૂત સંગઠનો તેમજ કારોબારીઓને આ આંદોલનને સફળ બનાવવા માટે વિનંતી કરી છે. જ્યારે, હરિયાણા સરકારે પંજાબથી લાગેલી સરહદો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે.
- Advertisement -
#WATCH | Drone visuals from the Singhu border in Delhi where security arrangements have been stepped up by police ahead of the farmers' call for march to Delhi on 13th February. pic.twitter.com/RWJsU8q25S
— ANI (@ANI) February 12, 2024
- Advertisement -
સમગ્ર 15 જિલ્લાઓમાં કલમ 144 લગાવી દીધી છે. 7 જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. જેની વચ્ચે, 12 ફેબ્રુઆરીના કેન્દ્રિય મંત્રીઓ અને ખેડૂત નેતાઓની વચ્ચે ચંદીગઢમાં મહત્વની બેઠક યોજાશે. બંન્ને તરફથી આ બેઠક ચંદીગઠમાં સાંજે 5 વાગ્યે સેક્ટર 26ના મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં થશે.
Delhi: Section 144 has been imposed in the entire Delhi in view of the farmers' call for March to Delhi on 13th February: Delhi Police Commissioner Sanjay Arora pic.twitter.com/ok59SfyjpU
— ANI (@ANI) February 12, 2024
આ બેઠકમાં કેન્દ્ર સરકારની તરફથી કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અલગ-અલગ ખેડૂત સંગઠનોના 10 પ્રતિનિધો સામેલ થશે. આ પહેલા 8 ફેબ્રુઆરીના ખેડૂત સંગઠનો અને કેન્દ્રિય મંત્રીઓની તરફથી બેઠક થઇ ચુકી છે. જેમાં કેટલીક શરતો માનવામાં આવી હતી પરંતુ એમએસપીના કાયદો બનાવવા સહિત કેટલીક શરતો પર સહમતિ દર્શાવી શક્યા નથી.