મહેતા દંપતીએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં લોકોને ટાર્ગેટ બનાવ્યા
વિશ્ર્વાસઘાત: શરૂઆતના તબક્કાના વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના નાણાં જમા કરાવ્યા, જો કે, ત્યાર બાદ પૈસા જમા કરાવવાનું બંધ કરી દીધું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.13
દેશભરમાં ડીઆઇએફએમ નામની એપ્લિકેશન દ્વારા IDબનાવીને વિવિધ ફંડમાં રોકાણ કરાવીને થતા નફામાં 70 ટકા નફો આપવાની લાલચ આપીને 200 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતીની ચાંદખેડા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે મુંબઇથી ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર લોકોને રોકાણની સામે વળતરની લાલચ આપીને મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ 160 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી. મહેતા દંપતીએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. કુલ નફાની સામે 70 ટકા નફો આપવાનું કહીંને DIFM એપ્લિકેશન દ્વારા IDબનાવીને ઓનલાઈન કરોડો રૂપિયા પડાવ્યા હતા.
અમદાવાદના જગતપુર રોડ પર આવેલા ગણેશ જેનીસીસ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન મહેતાએ નિવૃત્તિ બાદ આવેલી બચતની રકમ પર સારૂં વળતર મેળવવા માટે તેમના મિત્રની સલાહથી DIFM નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગઇન કરી રૂપિયા 25 લાખનું રોકાણ કર્યું હતું. આ એપ્લિકેશનની માલિકી ધરાવનાર બ્લીસ ક્ધસલ્ટન્ટના આશિષ શૈલેષ મહેતા અને તેના પત્ની શિવાંગી મહેતા (બંને રહે. વી વર્ક એબોરોય કોમર્સ, એબોરોય સિટી, ગોરેગાંવ, મુંબઇ)એ શોભનાબેનને ખાતરી આપી હતી કે, રોકાણ પર જે નફો મળશે તે નફાના 70 ટકા ભાગ આપશે. શરૂઆતના તબક્કાના વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના નાણાં જમા કરાવ્યા હતા. જો કે, ત્યાર બાદ જમા કરાવવાનું બંધ કર્યું હતું. બીજી તરફ નાણાંની જરૂરિયાત પડતા શોભનાબેને નાણાં પરત માંગતા આપવાની મનાઈ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસ કતા આશિષ મહેતાએ તેની પત્ની સાથે મળીને દેશભરમાંથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.
- Advertisement -
મુંબઇ પોલીસે 160 કરોડની માતબર રકમ ફ્રીઝ કરી
મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધાયા બાદ આશિષ મહેતા અને શિવાંગી મહેતા ફરાર હતા. મુંબઇ પોલીસે તેમની સુરતથી ધરપકડ કરી હતી. સાથે સાથે બંને જાણ તેમના એકાઉન્ટમાં રહેતા હવાલાથી વિદેશમાં મોકલે તે પહેલાં મુબઇની આર્થિક ગુના નિવારણ શાખાએ રૂપિયા 160 કરોડની માતબર રકમ ફ્રીઝ કરી હતી. બંને જણાએ સાથે મળીને ગુજરાતમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યા હોવાની વિગતો ચાંદખેડા પોલીસને મળી છે. ત્યારે ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક સાધવા માટે સૂચના આપવામાં આવી છે.