મનપાએ 523 કિલો વાસી શાકભાજીનો નાશ કર્યો, રેકડી-કેબિન, પરચુરણ વસ્તુ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ 10 દિવસમાં 2.68 લાખની રકમ દંડ પેટે વસૂલી છે. જ્યારે 523 કિલો શાકભાજીનો નાશ કર્યો છે. આ કામગીરી તા.15-6 થી 26-06-2023 દરમિયાન કરવામાં આવી છે.
- Advertisement -
આ કામગીરી હેઠળ રસ્તા પર નડતરૂપ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલી છે.
રસ્તા પર નડતર રૂપ 48 રેકડી/કેબીન તે રવિવારી આજીડેમ માર્કેટ, જ્યુબેલી માર્કેટ, ભાવનગર મેઈન રોડ, ભક્તિનગર સ્ટેશન રોડ, પરાબજાર, હેમુગઢવી હોલ, મવડી મેઈન રોડ, છોટુનગર, ત્રિકોણબાગ, અમિનમાર્ગ સિવિક સેન્ટર, સતનામ હોસ્પિટલ પાસે, યુનિ.રોડ, નાના મૌવા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી.
જુદી-જુદી અન્ય 189 પરચુરણ ચીજ વસ્તુઓ જે ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, માંડા ડુંગર રોડ, ગેબનશાપીરની સામે, જ્યુબેલી, ગાયત્રીનગર મેઈન રોડ, ત્રિકોણબાગ પરથી જપ્ત કરવામાં આવી. રૂ.51,285/-મંડપ કમાન છાજલી ચાર્જ તે યુનિ.રોડ, પુષ્કરધામ રોડ, રૈયા રોડ, મવડી મેઈન રોડ હોકર્સ ઝોન,ગોંડલ રોડ,બહુમાળી ભવન રોડ,આશ્રમ રોડ, મામા સાહેબ 80 ફુટ રોડ, મોરબી રોડ,જકાત નાકા પાસે, પરથી વસુલ કરવામાં આવ્યો હતા.
- Advertisement -
રૂ.2,68,400 વહિવટી ચાર્જ તે કાલાવડ રોડ, મવડી રોડ, સાધુ વાસવાણી રોડ, લક્ષ્મીનગર, ઢેબર રોડ, કોર્ટ ચોક,આનંદ બંગલા ચોક, લાખાજીરાજ રોડ, કાલાવડ રોડ, રામપાર્ક, નાના મૌવા રોડ, મવડી મેઈન રોડ, ખીજડાવાળો રોડ,150 ફુટ રિંગ રોડ, તથા અન્ય અલગ-અલગ વિસ્તાર પરથી જપ્ત કરવામાં આવ્યાહતા