રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે અલગ અલગ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં દરોડો પાડી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ પર આવેલી “સાંઝા ચૂલા (એક્ઝોટીક ફૂડ)” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલા લોટમાં જીવાતવાળો જણાય આવતા તેમજ એક્સપાયરી થયેલી બેકરી પ્રોડકટ્સ -બ્રેડ, પીઝા બેઇઝ વાસી જણાય આવતા કુલ મળીને 19 કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો આ ઉ5રાંત પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન એક ઢાબા પેઢીની તપાસ કરતા વાસી બટેટા તથા બાફેલ દાળ સંગ્રહ કરેલી મળી આવતા 8 કિલો અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો સાથે જ રામકૃષ્ણનગર, બગીચા સામે આવેલ “જય કૈલાશ નમકીનમાં તપાસ કરતા લાયસન્સ તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના આનંદ બંગલા ચોકથી મહાદેવવાડી મેઇન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓને ત્યાં તપાસ હાથ ધરી હતી જેમાં ખાધચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
આરોગ્ય વિભાગે 5 સ્થળેથી દૂધ અને પાપડના નમૂના લીધા
પર્ણકુટી પોલીસ ચોકી પાસેના વરદાન કોમ્પલેક્ષમાં આવેલી ઓમ સ્વીટ નમકીન મિલ્ક શોપમાંથી ભેંસના દૂધનું, મવડીના નંદનવન સામે કૈલાશ પાર્કમાં આવેલી ગોકુલ ડેરીમાંથી મિકસ દૂધનુ, મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેના શ્રીજી ડેરીમાંથી મિકસ દૂધનું, અમૃત પાર્ટી પ્લોટ સામે ડી-માર્ટ પાસેના 50’ ફૂટ ખીજડાવાળો રોડ પર શ્રીરામ ડેરીમાંથી મિકસ દૂધનું અને કુવાડવા રોડ પર વિઝન હાઇસ્કૂલ પાસે આવેલા હોમ શેફ અડદ પાપડના નમૂના લેવામાં આવ્યા હતા.