જૂનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરના અક્ષર મંદિરના ખાતે વિશાળ સભાગૃહમાં વાર્ષિકોત્સવ 2023/24 ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ખીલવતા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂજ્ય સંતો તેમજ ધારાસભ્ય સંજય કોરડીયા, પુનિતભાઈ શર્મા, જલ્પાબેન કયાડા, શ્રીમતી મનિષાબેન હિંગરાજિયા વગેરે મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું. ત્યાર બાદ વિદ્યામંદિર – જીવન ઘડતરની પાઠશાળાએ વિષય અંતર્ગત વિદ્યામંદિરના ધોરણ 1થી 12ના 300થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય, દેશભક્તિ અને સંસ્કૃતિ વિષયક વિવિધ 18 જેટલી ભવ્ય કૃતિઓ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરી. અત્યંત પ્રેરણાદાયી અને રંગારંગ આ કૃતિઓ નિહાળી ઉપસ્થિત 3,000 થી વધુ વાલીશ્રીઓ મંત્રમુગ્ધ થયા હતા.કાર્યક્રમના અંતે બીએપીએસ સંસ્થાના વડીલ સંત પૂજ્ય જનમંગલ સ્વામીએ આશિર્વચનનો લાભ આપ્યો. અક્ષર મંદિરના વિશાળ સભાગૃહના પ્રવેશ દ્વાર પાસે કરવામાં આવેલું વિશિષ્ટ ડેકોરેશન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
જૂનાગઢના અક્ષર મંદિર વિદ્યામંદિર ખાતે શિક્ષણ સાથે સાંસ્કૃતિકની 18 કૃતિ રજુ
Follow US
Find US on Social Medias