જૂનાગઢ જિલ્લાને છેલ્લા 6 દિવસથી ધમરોળતા મેઘરાજા
1238 તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા
- Advertisement -
27 પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકને છેલ્લા છ દિવસથી મેઘરાજા ઘમરોળી રહ્યા છે.સતત પડી રહેલા વરસાદના લીધે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે.ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતા ઘોડાપુર આવ્યા છે.અવિરત વરસાદના લીધે ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવતા ચારો તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે.જેના લીધે મોંઘુ બિયારણ બાળીને ખાખ થયું છે.તેમજ જમીનોનું વ્યાપક ધોવાણ થયું છે.અનેક જગ્યાએ પાળા તૂટવાથી ખેતરો બરબાદ થતા જોવા મલે છે.એજ રીતે જિલ્લના સમગ્ર તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં સતત પાણી ભરવાને લીધે લીલો દુકાળ થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.ત્યારે હજુ સુધી વરસાદ વિરામ ન લેતા ખેડૂતોની માઠી અસર જોવા મળી રહી છે.
જૂનાગઢ જિલ્લાના ગઈકાલ સવાર થી આજ બપોર 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં 6 ઇંચ અને કેશોદમાં 5 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે.જયારે જૂનાગઢ, વંથલી, ભેસાણ, માણાવદર, માંગરોળ, માળીયા હાટીના મેંદરડામાં 2 થી ચાર ઇંચ વરસાદ વરસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.ભારે વરસાદના લીધે પાણીથી વધુ પ્રભાવિત ગામો કેશોદના 6, માણાવદરના 4 માંગરોળના 13 ગામો પ્રભાવિત થયા છે.જેમાં ત્રણ માનવ મૃત્યુના બનાવો સામે આવ્યા છે.ત્યારે તંત્ર દ્વારા કુલ અત્યાર સુધીમાં કુલ 27 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને 1238 લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.જોકે સ્થિતિ સુધારા પર છે.આમ સમગ્ર જિલ્લો ભારે વરસાદના લીધે પ્રભાવિત થયો છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના કુલ 19 ડેમ માંથી 16 ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.જેમાં જૂનાગઢનો હસ્નાપુર ડેમ આજે ઓવરફલો થતા શહેરને પીવાનું પાણી પાડતો હસ્નાપુર ડેમ ઓવરફલો થતા પાણી સમસ્યા હલ થઇ છે.બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર પાણી આવવાથી જિલ્લના 96 જેટલા ગામો પ્રભાવિત થયા છે.અને કુલ 65 જેટલા રસ્તા બંધ થતા ગ્રામ્ય જીવન પર અસર જોવા મળી રહી છે. અવિરત વરસાદના લીધે અનેક લોકોની રોજીરોટી પર અસર પડી રહી છે.ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ તાત્કાલિક સર્વે કરવા મુખ્યમંત્રીને પત્ર લખીને કેસ ડોલ ચૂકવવા માંગ કરી છે.અને ખેડૂતોના મોંઘા બિયારણ બળી જવાથી તાતકાલિક ખેડૂતોને સહાય કરવાની માંગ ઉઠી છે.
જિલ્લા કલેક્ટર પ્રભાવિત ગામોની મુલાકાતે
જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદના લીધે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજાગ બન્યું છે.જિલ્લમાં એનડીઆરએફની એક ટીમ કેશોદ ખાતે તૈનાત રાખવામાં આવી છે.અને એસડીઆરએફની એક ટીમ જૂનાગઢ ખાતે તૈનાત રાખવામાં આવી છે.તેમજ પીજીવીસીએલ દ્વારા ઇલેક્ટ્રિક સિટી જિલ્લા ભરમાં કાર્યરત રાખવામાં કામે લાગી છે.ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા સમય અંતરે સૂચનાઓ આપવામાં આવી રહી છે.આને કામ સિવાય ઘર બહાર નહિ નીકળવા પણ અપીલ કરવામાં આવી છે.તેની સાથે જિલ્લના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે.કોઈ પણ લોકોને મુશ્કેલી પડે તો તુરંત કંટ્રોલ રૂમને જાણ કરે તો મદદ મળી શકે અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ફૂટ પેકેટ કામગીરી ચાલી રહી છે.