રોજના 7 રોટલા સહિતનું ભોજન આરોગી જાય છે આ નાનો સુમો પહેલવાન
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
અમુક ઘટનાઓ કુદરતી રીતે આકાર લેતી હોય છે ને કોઈ અકલ્પનિય ઘટના અથવા તો વિશ્વાસ ન આવે તેવું એક નાનકડા બાળકનું વજન 140 કિલોગ્રામ હોય એવું ળે ઉતરે નહિં. પણ અમરેલી જિલ્લા ધારી ગીર પંથકનાં ખીચા ગામમાં 13 વર્ષના કિશોરનું 140 કિલો વજન છે.
ખીચા ગામમાં સાવ ગરીબ પરિવારમાં જન્મેલ 13 વર્ષના સાગરનું વજન છે. 140 કિલો. આ કિશોર જમવામાં 7 રોટલા સહિતનું ભોજન આરોગી જાય છે. કિશોરનો દારૂણ પરિસ્થિતિમાં રહેતો ગરીબ પરિવાર કાળી મજૂરી કરીને પરિવારનું માંડ માંડ પુરૂ કરે છે.
પરિણામે કિશોરના વજન અંગેનો ઈલાજ કરાવવા સક્ષમ નથી. આમ પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોય ને સાગરનું વજન ઓછું કરવા સરકાર યોગ્ય કરે તેવી પરિજનો આશા સેવી
રહ્યાં છે.