ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘બાપને વાલી દિકરી ને દિકરીને વાલુ કુળ’, ‘દિકરી દી’વાળે તો બે કુળને તારે’ જેવી કહેવતો ભારતવર્ષની દિકરીઓ કેવી હોય તેની વાત કરે છે ,ત્યારે તા. 8-9-2024ને રવિવારના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સમિતિ- રાજકોટના આંગણે સવારે 10-30 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે વિખ્યાત કવી, સાહિત્યકાર, લેખક, નિવૃત ઈંઅજ અને વર્તમાનમાં ગુજરાત સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ ભાગ્યેશભાઇ જ્હા આપણી સન્મુખ આવી જ એક વીરાંગના પૂણ્યશ્ર્લોકા અહલ્યાબાઇ હોલકર વિષે વાત કરવા આવી રહ્યા છે. રાજકોટ શહેરના દરેક નાગરીકોને ભારતની આ દિકરીની વીરગાથાનુ રસપાન કરવા પરિવાર સાથે પધારવા ડો.હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ નિમંત્રણ પાઠવે છે.
- Advertisement -
દેવી અહલ્યાબાઈ હોલકર એટલે ભારતના ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠોમાંનુ એક, ઉમદા અનુપમ નારીશક્તિનુ જવલંત ઉદાહરણ.અહલ્યાબાઈ હોલકર એવા સમયમાં થઈ ગયા કે જ્યારે એક તરફ અંગ્રેજોની સત્તા પરની પકડ મજબૂત થઈ રહી હતી તો બીજી તરફ મુસ્લિમ સામ્રાજ્ય પણ વિસ્તાર પામી રહ્યુ હતુ. રજપૂતો અને મરાઠાઓ સંગઠિત થવાને બદલે આ લોકોની ગુલામી કરી વૈભવ વિલાસમાં રચ્યા પચ્યા રહેતા. અહલ્યાબાઈએ આવા કપરા સંજોગોમાં સત્તાના સૂત્રો સંભાળી,જીવમાત્રનુ કલ્યાણ કરનારી હિન્દુ સંસ્કૃતિનુ ઉજવળ અને સંપૂર્ણ દર્શન પોતાના વહીવટ દ્વારા કરાવ્યુ.
અહલ્યાબાઈ એક પ્રતિભા સંપન્ન મહારાણી હતા. તેમની તેજસ્વીતા અને પવિત્રતાની આભાથી અભિભૂત થઈ લોકો તેમને દેવી તુલ્ય ગણતા આથી જ તેમના નામ આગળ સતિ, માતા, દેવી, પુણ્યશ્લોક જેવા વિશેષણો વાપરીને જ લોકો તેમનુ નામ લેતા. આવા કોઈ વિશેષણો લગાવવાની પ્રથા અહલ્યાબાઈએ પાડી નહોતી. તેમની પ્રજા જ તેમને માતાતુલ્ય, દેવીતુલ્ય સમજી માનપૂર્વક તેમને આ રીતે ઓળખાવતી.
અહલ્યાબાઈનો જન્મ ઔરંગાબાદ જિલ્લાના કીડી ગામમા થયો હતો 1725મા જન્મેલી આ બાળકી એક સામાન્ય કુટુંબમાંથી રાજવી કુટુંબની પુત્રવધુ બનશે તેવી કલ્પના શુદધા કોઈને નહોતી. તેમના પિતાશ્રી માણકોજી એક સામાન્ય ભરવાડ હતા. માણકોજીની શાખ ખૂબ સારી. લોકો તેમને સંસ્કારી, ધાર્મિક, સજજન તરીકે ઓળખતા. અહલ્યાબાઈમા નાનપણથી જ માતા પિતાની ધાર્મિકતા વસી ગઈ હતી. ગળથુથીમા જ મળેલા ધાર્મિક સંસ્કારો એ આજીવન સાથ નિભાવ્યો. અતિ વિકટ અને દુ:ખદ પરિસ્થિતિમા પણ માનસિક સ્થિરતા અને ધૈર્ય આ ધાર્મિકતાના કારણે જ ટકી શક્યા. નાનકડી અહલ્યા ને જોઈને તે સમયે પેશવા સાથે કીડી ગામ પાસેથી પસાર થતા મલ્હારરાવ હોલકર ખૂબ પ્રભાવિત થયા. મલ્હારરાવ હોલકર પેશવાના એક મોટા સુબેદાર હતા. પેશવા એ જાતે મલ્હારરાવ હોલકરના પુત્ર ખાંડેરાવ અને અહલ્યાના લગ્નની સ્વીકૃતિની મહોર મારી, લગ્ન નક્કી થયા. માણકોજી ખૂબ ખુશ થયા. અહલ્યા નાની બાળા મટી પુત્રવધુ બની. ડીંડોરમા સાસરે આવી. મલ્હારરાવ હોલકર પોતાના પુત્ર ખાંડેરાવના લક્ષણો ખૂબ સારી રીતે જાણતા હતા. આથી જ તેમણે તેનુ લગ્ન અહલ્યા જેવી તેજસ્વી મેધાવી અને શૌર્યવાન બાળા સાથે કર્યું હતુ. પરંતુ અહલ્યાના સિલવાન અને સદગુણી ચારિત્ર્યનો કોઈ સારો પ્રતિભાવ ખાંડેરાવ આપી ન શક્યા.
- Advertisement -
ગુજરાતમાં સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર પણ અહલ્યાબાઈ એ કરાવેલો. આ ઉપરાંત પોતાના જ રાજ્યમાં નહી, પરંતુ ભારતભરમા સર્વત્ર અનેકો મંદિરો યાત્રાધામો અહલ્યાબાઈએ બંધાવ્યા. હિન્દુઓમાં શ્રદ્ધાસ્થાને એવા બાર જ્યોતિર્લિંગ અને ચારધામ ઉપરાંત અન્ય અનેક યાત્રાસ્થાનોમા અહલ્યાબાઈએ મંદિરોના જીર્ણોદ્ધાર ધર્મશાળાઓ, અન્ન ક્ષેત્રો, તળાવકુંડ,વિશામા, બાગ-બગીચા જેવા લોકકલ્યાણના કાર્યો કરી પોતાની ધર્મ પ્રત્યેની ઊંડી લાગણી પ્રદર્શિત કરી છે
પોતાની નીજી સંપત્તિનો ઉપયોગ ધર્મ કાર્યોમાં કરતા. રાજ્યના કોષ પર તેઓ તુલસીપત્ર, મુક્તિનિધિની બાબતમા અને અન્ય રાજ્ય વહીવટમા અહલ્યાબાઈનો હિસાબ-કિતાબ અને વ્યવહાર અતિશય ચીવટ ભર્યો અને ચોક્કસ રહેતો. અહલ્યાબાઈએ પોતાના સમયમા કૃષિ ઉદ્યોગોને પ્રોત્સાહિત કર્યા. કર ઉઘરાવવાની પદ્ધતિમા પ્રજા ક્યારેય પરેશાન ન થાય તેનુ ખૂબ ધ્યાન રાખતા. વ્યભીચારી કે ભ્રષ્ટ અધિકારીઓને ખૂબ કડક સજા કરતા. અહલ્યાબાઈના શાસનકાળ દરમિયાન આવકની સતત વૃદ્ધિ થતી રહી. તેમણે સેના અને શસ્ત્ર બળ તરફ ખૂબ ધ્યાન આપ્યુ એક અમેરિકી કર્નલને પણ પશ્ચિમી પદ્ધતિથી પોતાના સૈન્યને તાલીમ આપવા નોકરી પર રાખ્યો મહિલાઓનુ સૈન્ય તૈયાર કરાવનાર આ મહિલા શાસન કર્તાનો ઇતિહાસમા જોટો જડતો નથી.