919 કીમીનાં 94 માર્ગો માટે 2213 કરોડ ખર્ચાશે
ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકાને જોડતા પરિક્રમાપથના કામોને મુખ્યમંત્રીની મંજૂરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાનની એક દિવસીય ગુજરાત મુલાકાત બાદ ગુજરાત સરકારના કામોની ગતિમાં વધારો થયો છે જેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજયના માર્ગ-મકાન વિભાગ હસ્તકનાં 919 કી.મી. લંબાઈનાં 84 માર્ગોનાં વિકાસ માટે રૂા.2213.60 કરોડ મંજુર કર્યા છે.
આ રકમમાંથી (1) મેટ્રો શહેરોને જોડતા 8 માર્ગોને પહોળા કરવા માર્ગ સુધારણા વિસ્તારોને જોડતા 8 માર્ગોને પહોળા કરવા માર્ગ સુધારણા માટે 247 કરોડ ફાળવાશે (2) બંદરો અને ઔદ્યોગીક વિસ્તારોને જોડતા માર્ગો ફોર લેન કરવા માટે રૂા.147 કરોડ, (3) ટુરીઝમ સર્કીટને જોડતા માર્ગો 10 મીટર પહોળા કરવા રૂા.105 કરોડ, (4) માર્ગોને વધુ ટકાઉ અને સક્ષમ બનાવવા અદ્યતન વ્હાઈટ ટોપીંગ ટેકનોલોજી દ્વારા 3 કેરેટ હાઈવેની કામગીરી માટે રૂા.66 કરોડ ફાળવાશે.
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા,દાહોદ, મહિસાગર, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, નવસાર, વલસાડ,ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર દેવભુમી દ્વારકા જીલ્લામાં આ પરિક્રમા પણ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે.