ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડાના અમરાપુર પાસે બાઇક સ્લીપ થવાનો કોલ આવતા સાસણ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જેમાં ઇએમટી વનરાજસિંહ ગીડા અને પાઇલોટ મહેશભાઇ કરમટા તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને પ્રાથમિક સારવાર આપી હતી અને મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને સ્થળ પરથી 1પ હજારનો કિંમતી મોબાઇલ અને બાઇકની ચાવી મળી આવતા તેમના સગા સબંધીને સુપ્રત કરવામાં આવેલ ત્યારે સેવા સાથે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.