107 ગેરકાનૂની બાંધકામને નોટિસ આપી હોવા છતાં પગલાં કેમ નહિ
મનપાએ 260-(2)ની નોટિસની અમલવારી ક્યારે
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ગેરકાનૂની બાંધકામોનો રાફડો ફાટેલો છે બી.પી.એમ.સી.એકટની કલમ-260(ર)ની નોટીસ એટલે મકાન કે, બાંધકામ તોડી પાડવાની નોટીસ કહેવાય આવીકેટલી નોટીસ કોર્પોરેશન આપેલી છે. તથા તેની અમલવારી શા માટે થઇ નથી તે કારણો સાથે કમિશનરશ્રી મહાનગરપાલિકાએ જણાવવુ.
તાજેતરમાં જૂનાગઢમાં આવેલા જળ સંકટથી ઉભી થયેલી પરિસ્થિતીને કારણે અને મુખ્ય મંત્રીશ્રીને થયેલી રજૂઆતના અનુસંધાને વોકળાના બાંધકામ હટાવવા માટે ગાંધીનગરથી આદેશો થયેલ હોવા છતાં અને તે માટે કલેકટરશ્રી જૂનાગઢને ખાસ નિમણુંક કરેલ હોવા છતાં કોઇ પગલા લેવાયેલા નથી અને આશરે 107 નોટીસો મોકલેલ છે તેવુ કોર્પોરેશન કહે છે અને આ નોટીસમાં વોકળાના કાંઠે થયેા ગેરકાનુની બાંધકામ તાત્કાલીક તોડી પાડવાનો હુકમ છે તેમ છતા આ નોટીસની અલમવારી કેમ કરતા નથી કારણ કે એક વખત કમિશનરે તોડી પાડવાની નોટી આપેલી હોય તેનો અર્થ એ થાય કે પુરતી તપાસ પછી જ નોટીસો તોડી પાડવાની અપાયેલ હશે. તો પછી કોર્પોરેશને નકિક જ કરી લીધેલ હોય કે આ ગેરકાનુની છે અને તોડી પાડવાની નોટીસ પણ આપી દીધેલ છે તો જે તે આસામી તેનુ બાંધકામ દૂર ન કરે તો કોર્પોરેશન શા માટે પગલા ભરતી નથી તેનો ખુલાસો આપવો.
વોકળાના પ્રશ્ર્ને પ્રેસમાં થેયલ ઉહાપાના અંતે કોર્પોરેશને એક ખાનગી એનજીઓને કાળવાનો પટ ઉંડો કરવા માટે કોન્ટ્રાકટ આપેલ છે. તો મહાનગરપાલિકા કેમ આ કરી શકતી ન હતી અને ખાનગી એન.જી.ઓ.ને શા માટે કામ આપવામાં આવેલુ ? અને આ કામ સંપૂર્ણ નિ:શુલ્ક છે કે તે માટે પૈસા આપવાના છે અને આપવાના હોય તો કેટલા આપવાના છે તે કોર્પોરેશન જાહેર કરે.
- Advertisement -
કાળવાના પટમાં જે ગેરકાનુની ઝુપડા હતા તે તોડી પાડેલા છે અને તે કદાચ મંજૂરી વગરના કે અનઅધિકૃત હશે પરંતુ વોકળાના કાંઠે ઉભેલા બિલ્ડીંગ કે જે નિયમ અંતરમાં છે તે માટે કોર્પોરેશને કેમ પગલા લીધા નથી તે જાહેર કરે.
જૂનાગઢ શહેરમાં કાળવા ચોકથી શરૂ થયેલ અને ઝાંઝરડા સુધી કે તેથી આગળના વોકળાની પહોળાઇ અને ઉંડાઇ રેકર્ડમાં હોય તો તે જાહેર કરે અને મહાનગરપાલિકાએ હાલમાં કરેલ સર્વે મુજબ દરેક જગ્યાના વોકળાની નકશામાં કેટલી પહોળાઇ બતાવી છે અને કેટલી ઉંડાઇ બતાવી છે તે લાગતા વળગતાની જાણ માટે જાહેર કરવુ.
મુખ્ય મંત્રીશ્રીને કરેલી રજૂઆતના અનુસંધાને મુખ્ય મંત્રીશ્રીએ ખાસ રસ લઇને શહેરી વિકાસના ચીફ સેક્રેટરી અશ્ર્વીની કુમારને ટેલીફોન કરી આ બાબતમાં ગંભીરતાથી પગલા લેવા જણાવતા શ્રી અશ્ર્વીની કુમારે જૂનાગઢ કલેકટરની આ માટે નિમણુંક કરી તેમનો રીપોર્ટ મંગાવેલ. આ રીતે કલેકટરશ્રીનો આ તપાસ રીપોર્ટ હવે ખાનગી રહેવો જોઇએ નહી તે રીપોર્ટ જાહેરમાં પ્રેસમાં આપવો જોઇએ અને તેમા કોર્પોરેશને જે જવાબો અને રજૂઆતો કરી હોય તે પણ જાહેર કરવી જોઇએ. આથી વહીવટી તંત્રએ મુખ્યમંત્રીશ્રીને સુચના અનુસાર કરેલ કાર્યવાહીનો સંપૂર્ણ રીપોર્ટ મીડીયા મારફત લોકો સુધી પહોંચતો કરવો જોઇએ.