ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર તેમજ ડમી સહિત વધુ 10 ઉમેદવારી પત્ર ભરાયા છે જ્યારે માણાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સહિત કુલ 7 ફોર્મ ભરાયા છે. જૂનાગઢ લોકસભા બેઠક તેમજ માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયામાં મુખ્ય હરિફ પક્ષોએ નામાંકન ભર્યા છે. ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે.
- Advertisement -
ત્યારે હજુ વધારે ફોર્મ ભરાવવાની શકયતા છે જેમાં ભરાયેલા ફોર્મમાં રાઇટ ટુ વિકોલ પાર્ટીના ઈશ્વરભાઈ રામભાઇ સોલંકીએ સોલંકીએ ફોર્મ ભર્યુ છે. આજે અંતિમ દિવસ હોય હવે અપક્ષ ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવશે ત્યારે લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી અને પરત ફોર્મ ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે અને કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સામે આવશે.