જાણીતા ટેરોટ રિડર મીરા ભટ્ટ દ્વારા સાપ્તાહિક ટેરોટ રિડિંગ (13 ઓગસ્ટથી 27 ઓગસ્ટ).
- Advertisement -
મેષ (અ, લ, ઇ)
સમાજમાં નામના મળશે. કોઇપણ ધારેલા કામ ઝડપથી પૂર્ણ કરવા. તમારી જવાબદારીમાં વધારો થશે. કોઇપણ મુશ્કેલી આવે તો તેને સારી રીતે સમાનો કરી શકશો. રાજનેતિક નેતા સાથે કામ કરી શકશો. આસપાસ રહેલા સ્વાર્થી માણસોથી ચેતતા રહેવું. તબિયત બાબતે ઘણા સમયથી ચાલતી બીમારીમાંથી મુક્તિ મળશે. પ્રવાસ બાબતે જવાબદારીમાં વધારો થશે.
વૃષભ (બ, વ, ઉ)
બિઝનેસ કે સંબંધો બાબતે દગો મળવાની શક્યતા છે. અધૂરા કાર્યો પૂર્ણ કરવાની ક્ષમતા રાખવી અને મહેનત કરવી. પ્લાનિંગથી કાર્ય કરવું. વિચારોમાં પોઝીટીવીટી લાવવી. બિઝનેસમાં નવી તક મળશે. પૈસા ઉધાર આપવા કે લેવા નહીં. મન અશાંત રહે જેથી કોઇ નિર્ણય લઇ શકાય નહીં.
- Advertisement -
મિથુન (ક, છ, ઘ)
કોઇપણ કામ જવાબદારી પૂર્વક પાર પાડવું. જીવનમાં નવો વળાંક આવી શકે છે. કોઇ મુસીબતમાંથી બહાર નીકળી શકશો. નાનાં બાળકો માટે ખૂબ સારો સમય છે. બિઝનેસ અને નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. કોઇ બાબતને લઇને વિચારોથી ઘેરાયેલા રહેશો.
કર્ક (ડ, હ)
કંઇક સારા સમાચાર પ્રાપ્ત થશે. પરિવાર કે મિત્રો સાથે ઉજવણીનો માહોલ બનશે. બગડેલું કામ સુધરશે. ઘણી મહેનત કરવા છતાં સારૂ પરિણામ ન આવે. શેરબજારમાં નુકસાની થવાની સંભાવના છે. તબિયત બાબતે સાચવવું. ગુસ્સા પર કાબુ રાખવું. તમારી અંદર શાતિં અને હિંમત જાળવી રાખજો.
સિંહ (મ, ટ)
નવું ઘર કે હોટલ વસાવવાનું વિચારતા હોય તો સફળતા મળશે. લગ્નના શુભ યોગ બને છે. તબિયત બાબતે સાચવવું. ઉતાવળમાં કોઇ નિર્ણય લેવા નહીં. વાહન ચલાવતા વખતે ધ્યાન રાખવું. સેલિબ્રેશન થવાની શક્યતા છે. ઉદાસ ના રહેવું, તમારી સામે આવેલી સારી તકોને ઝડપવી.
કન્યા (પ, ઠ, ણ)
જીવનમાં નવે પ્રેમ મળવાની શક્યતા છે. તબિયતમાં સુધારો આવશે. બિઝનેસ અને નોકરીમાં સારી સફળતા મળશે. કોઇ મુંઝવણ બાબતે નજીકના વ્યક્તિની સલાહ લેવી. અભ્યાસ કે નોકરી બાબતે વિદેશ જવાની શક્યતા છે. સફેદ કલરનો ઉપયોગ કરવો. મનથી નિર્ણયો લેવા. પ્રવાસની શક્યતાઓ છે. પ્રિય પાત્રથી નોકરી બાબતે દૂર જવાનું થાય.
તુલા (ર, ત)
ભવિષ્યના પ્લાનિંગ કરી રહ્યા હોય તો સફળતા મળશે. સત્યનો સામનો કરજો. તમારા જરૂરી ડોક્યુમેન્ટનું ખાસ ધ્યાન રાખવું. સફળતા ધીમે-ધીમે મળશે, પરંતુ લાંબા ગાળાની મળશે. સમજી વિચારીને કાર્યો કરવા. ઉતાવળે કોઇ નિર્ણય લેવા નહીં. તબિય મધ્યમ રહેશે.
વૃશ્વિક (ન, ય)
વિચારોમાં અટવાયેલા રહી શકો છો. પ્રવાસ ટાળવો. મહિલાઓને સારા સમાચાર પ્રાપ્ત થશે. સંતાન પ્રાપ્તિના યોગ છે. સંબંધ મજબૂત બનશે. બિઝનેસ અને નોકરીમાં સફળતા મળશે. કરેલા કાર્યોના સારા પરિણામો મળશે. જેવા કાર્યો કર્યા હશે, તેવું પરિણામ મળશે. પરિવારમાં માતાની સલાહ લેવી.
ધન (ભ, ધ, ફ, ઢ)
બિઝનેસ બાબતે નિરાશા મળશે. પૈસામાં નુકશાની આવી શકે છે. સંબંધમાં એકબીજાની લાગણીને સમજીને અનુકરણ કરવું. કામમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું. તમારા કાર્યોમાં નિપુણતા લાવો અને જ્ઞાનમાં વધારો કરો. કોઇ મુશ્કેલી હોય તો શાંતિથી પાર પાડવી. ગુસ્સા પર કાબુ રાખવો. પરિવાર સાથે પ્રવાસના યોગ છે.
મકર (ખ, જ)
એકથી વધુ કાર્યોને પૂર્ણ કરવામાં સ્થિરતા રાખવી. જીવનમાં વળાંક આવી શકે છે. દેવું ચૂકવી શકશો. નવી તક મળશે. આયાત-નિકાસના બિઝનેસમાં સફળતા મળશે. નિર્ણયો મક્કમતાથી લેવા. પોતાના મનથી નિર્ણયો લેવા, આત્મવિશ્વાસ કેળવવો. અધૂરા કાર્યોમાં કોઇની મદદ લઇ શકો છો.
કુંભ (ગ, સ, શ, ષ)
કોર્ટ મેરેજ થઇ શકે છે. કોર્ટ- કચેરીના કાર્યોમાં ન્યાય મળશે. તમારા ધારેલા કાર્યોને ઝડપથી પૂર્ણ કરો. કોઇ શુભ સમાચારો મળી શકે છે. તબિયતમાં સુધારો આવશે. નવું વાહન વસાવી શકો છો. વિચાર્યા વગર નિર્ણયો ના લેવા. આનંદમાં રહેવું. ઘરના વડીલોની સલાહ લેવી. લોન સરળતાથી મળી શકશે. ભાગીદારીના ધંધામાં સફળતા મળશે.
મીન (દ, ચ, ઝ, થ)
ભવિષ્યની યોજના સમજી વિચારીને બનાવવી. મિત્રો સાથે વધુ સમય પસાર કરવો. આસપાસના લોકોથી ચેતતા રહેવું. મહેનતના સારા પરિણામો મળી શકશે. તબિયતમાં સુધારો થશે. ગુસ્સા પર કાબુ રાખવો. લાલ રંગનો ઉપયોગ ટાળવો. પ્રવાસના યોગ છે. બિઝનેસ અને નોકરીમાં સારી તકો છે. નવા સંબંધોમાં વિચારીને આગળ વધવું. જીવનમાં નવા વળાંક આવશે.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નનના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 9913574454 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.