દેશના નવા મુખ્ય ચુંટણી કમિશનર તરીકે રાજીવ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ 15 મેથી કાર્યભાર સંભાળશે. આ બાબતે સુચના જાહેર કરવામાં આવી છે. રાજીવ કુમાર નીતિ આયોગના વાઇસ ચેરમેન રહી ચુકયા છે. એપ્રિલમાં પણ તેમને વાઇસ ચેરમેન પદ પરથી રાજીનામુ આપ્યુ હતું. રાજીવ કુમાર કેટલાય સમયથી આ પદ પર નિયુક્ત હતા.
- Advertisement -
રાજીવ કુમાર નીતિ આયોગના બીજા ઉપાધ્યક્ષ છે. વર્ષ 2014માં પહેલી વાર સત્તામાં આવ્યા પછી મોદી સરકારએ યોજના આયોગનુ નામ બદલીને નીતિ આયોગ કરી નાખ્યું હતું.
રાજીવ કુમાર સપ્ટેમ્બર 2017ના સરકારના થિંક ટેકના વીસી છે. તેમના સિવાય, તેઓ ગોખલે ઇન્સ્ટીયૂટ ઓફ પોલિટિક્સ એ્ડ ઇકોનોમિક્સ, પુણેના ચાન્સેલર અને ગિરી ઇન્સ્ટીયુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનૌના બોર્ડ ઓફ ગવર્નસના અધ્યક્ષના રૂપે પણ કાર્ય કર્યુ છે.
જયારે વર્ષ 2004થી 2006 સુધી ભારતીય ઉદ્યોગ પરિસંઘના મુખ્ય અર્થશાસ્ત્રી અને વર્ષ 2011થી 2013 દરમ્યાન ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીના મુખ્ય હેડનો કાર્યભાર સંભાળી ચુકયા છે. તેમણે ભારતીય સ્ટેટ બેંકના કેન્દ્રિય બોર્ડમાં બે કાર્યકાળ અને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રિય બોર્ડમાં કારમ કર્યુ છે.
- Advertisement -
સરકારમાં આ પહેલા કાર્યકાળ ઓદ્યોગિક ટેક્સ અને કિંમત બ્યુરો, ઉદ્યોગ મંત્રાલયમાં વરિષ્ઠ સલાહકાર અને આર્થિક બાબતોના વિભાગ, નાણા મંત્રાલયની સાથે આર્થિક સલાહકારની જવાબદારી સોંપી હતી.