ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂજા યાદવ અને ઇ/ચા મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક શાખા વી.જી.પટેલ, પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, પો.સ.ઇ. એમ.ટી. વિભાગ આર.એસ.ભટ્ટ તેમજ ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા શહેરી વિસ્તારમાં કંપનીના માન્ય સાયલેન્સરની જગ્યાએ અનઅધિકૃત રીતે વધુ ધ્વનિ પ્રદુષણ ફેલાવતા અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા મોડીફાઇડ સાયલેન્સર ફિટ કરેલ હોય જેનો ઉપયોગ નીતિગત તેમજ કાનૂની દ્રષ્ટ્રીએ દંડનીય છે, જેને ધ્યાને લઇ આવા મોટર સાયકલ/બુલેટ ચાલકો વિરુધ્ધ શહેરી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું, જે ડ્રાઇવ દરમિયાન અનઅધિકૃત રીતે ફિટ કરવામાં આવેલ કુલ-124 મોડીફાઇડ સાયલેન્સર કબજે લેવામાં આવેલ હતાં, જે મોડીફાઇડ સાયલેન્સરનો આજરોજ પોલીસ હેડકવાર્ટર ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ ટ્રાફિક શાખા દ્વારા 124 મોડિફાઇડ સાયલેન્સરનો પોલીસ હેડકવાર્ટર ખાતે નાશ કરવામાં આવ્યો
