ઉપલેટા મોજ નદીના કાંઠે આવેલ ઉપલેટા તાલુકાનું ગઢાળા ગામ કે જ્યાં આવન – જાવનનો ક્રોઝવે પાણીમાં થઈ ચૂક્યો છે ગરકાવ.


સૌરાષ્ટ્ર પંથકમાં પડેલા વરસાદને પગલે જીવાદોરી સમાન ઘણા ખરા ડેમો છલકાય ચૂક્યા છે. આવો જ એક ડેમ જે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ મોજ ડેમ છે જે હાલ ઓવર ફલો થઈ રહ્યો છે જેમાં 2649 ફ્યુશેક પાણીની આવક અને જાવક છે. મોજ ડેમના ત્રણ પાટિયા એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે જેના પગલે ઉપલેટા તાલુકાનું ગઢાળા ગામ છે જે વર્ષોથી તકલીફ ભોગવી રહ્યું છે આ ગઢાળા ગામ જવા માટેનો ક્રોઝવે જ્યારે ડેમના પાટિયા ખોલવામાં આવે છે ત્યારે ક્રોઝવે પર પાણી ફરી વળે છે અને અહીંથી પસાર થતાં લોકો ગ્રામજનો, ખેડૂતો, રાહદારીઓ વગેરે અહીં જીવના જોખમે પસાર થાય છે. ઘણા અકસ્માતના પણ બનાવો બન્યા છે. અહીં પસાર થતાં લોકો જ્યારે ક્રોઝવે પસાર કરતા હોય ત્યારે તેમના વાહનો પણ બંધ પડી જાય છે ઘણા લોકોને ઈજાઓ પણ થતી હોય છે તેવી પણ ફરિયાદો અહીં ભૂતકાળમાં ઉઠેલી છે. આ ક્રોઝવે પર લોકો જીવના જોખમે પસાર થઈ છે જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો આ ક્રોઝવે માટે તંત્રને સરપંચ દ્વારા અનેક રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ નીંભર અને જાડી ચામડીનું તંત્ર જાણે લોકોની આ સમસ્યાનું કોઈ ધ્યાન ન દેખાતું હોય તેવું પણ લોકોનું કહેવું છે. વર્ષો જૂની તકલીફનું હજુ સુધી કોઈ નિવારણ નથી આવ્યું તેવું પણ સ્થાનિક લોકોનું કહેવું છે. સરપંચ દ્વારા રજૂઆતો કરાય છે પરંતુ આ રજૂઆતોને આજ દિન સુધી કોઈ નિવારણ મળેલ નથી તેવું ગ્રામજનોનું અને સરપંચનું પણ કહેવું છે.

(આશિષ લાલકિયા – ઉપલેટા)