જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે એન એસ યુ આઈ દ્વારા માંગરોળ મામલતદાર મારફતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્ર જણાવ્યા મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બી એડ તેમજ યુનિવર્સિટી ની અન્ય પરિક્ષાઓનું આયોજન 25 ઓગષ્ટ થી કરવામાં આવ્યું છે.
હાલમાં કોરોના એ ભરડો લીધો છે દિન પ્રતિદિન કેસો વધતા જાય છે તેમજ પરીક્ષા દરમીયાન વિદ્યાર્થીઓ એ ગંભીર બીમારીનો ભોગ બને તેવી શક્યતા છે ત્યારે આ પરીક્ષાઓ રદ કરી અન્ય પરિક્ષાઓના મેરીટ આધારે માસ પ્રમોશન આપવા માંગણી કરી હતી.
જો આ પરીક્ષાઓ રદ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(ઇમરાન બાંગરા-માંગરોળ)