પોરબંદરના જંગલમાં ગુમ થયેલા સગર્ભા ફોરેસ્ટ અધિકારી સહિત ત્રણની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે.

15મી ઓગસ્ટના સગર્ભા ફોરેસ્ટ અધિકારી હેતલબેન સોલંકી અને રાતડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તેમના પતિ કીર્તિભાઇ સોલંકી તેમજ વન વિભાગના મજુર નગાભાઇ આગઠ ગાયબ થયા હતા.

કાર જંગલમાં લઈને ગયા બાદ ભેદી રીતે ગાયબ થઈ જતા પોરબંદર જિલ્લાના પોલીસવડા રવિ મોહન સૈની સહિતના સ્ટાફે શોધખોળ હાથધરી હતી. જેમાં ગઈકાલે ખોડિયાર મંદિર પાસેથી તેમની કાર રેઢી મળી આવી હતી.

જેથી પોલીસે જંગલમાં વધુ તપાસ કરતા બરડા ડુંગરમાં અવાવરું સ્થળેથી ત્રણેયની ઈજાગ્રસ્ત હાલતમાં લાશો મળી આવતા ચકચારી મચી ગઈ છે. સાથે જ મૃતદેહ અને કાર વચ્ચે ઘણું અંતર હોવાથી કોઈએ સગર્ભા ફોરેસ્ટ અધિકારી તેમના પતિ અને મજૂરનું અપહરણ કરી હત્યા કર્યાની શંકાએ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.