192, 193, 196, 197, 199, 200, 218, 219 સહિતની કલમ ઉમેરી ફરિયાદ નોંધવા માંગ
CCC+ની પરીક્ષાને લઇ જુદી-જુદી તારીખો દર્શાવી હોવાનાં ગંભીર આક્ષેપ થયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક રજુઆત થઇ છે.છતા તેમને કુલપતિ તરીકે નિમણુંક કરી દેવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે વધુ એક રજુઆત કરવામાં આવી છે.જેમાં ડૉ. વી.પી. ચોવટિયા સામે રેકર્ડમાં ચેડા કર્યાનાં આક્ષેપ કર્યાં છે. તેમજ સીસીસી પ્લસની પરીક્ષાને લઇ જુદીજુદી તારીખો દર્શાવી હોવાનાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે.ત્યારે ડૉ. વી.પી. ચોવટિયા સહિતનાં સામે 192, 193, 196, 197, 199, 200, 218, 219 સહિતની કલમ ઉમેરી ફરિયાદ નોંધવા માંગ કરાઇ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક થતા અનેક વિવાદ ઉભા થયા છે. કુલપતિ સામે અનેક રજુઆતો થઇ છે. તેમ છતા તેમની નિમણુંક કુલપતિ તરીકે કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે વધુ એક રજુઆત થતા ભારે ચર્ચા જાગી છે. જૂનાગઢનાં વિરલ જોટવાએ એસીબીનાં અધિક નિયામક અને પીઆઇને રજુઆત કરી જણાવ્યું છે કે,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ પદે ડૉ. વી.પી. ચોવટિયા દ્વારા ભ્રષ્ટ રીતે રસમો આચરી તેમજ તેમનાં ઇન્ચાર્જ વીસી દરમિયાન કરેલ ક્રોગ્નીઝેબલ ગુના કરેલ હોય તેની સામે સીઆરપીની કલમ 471(1)હેઠળ ફરિયાદ ધ્યાને લઇ અને ફોજદારી ગુનોં નોંધવા માંગ છે. રજુઆતમાં વધુ જણાવ્યું હતું કે,ડૉ. વી.પી. ચોવટિયાએ સીસીસ પ્લસની પરીક્ષા પાસ કરી નથી. તા. 19 માર્ચ 2014ની યાદીમાં નાપાસ થયેલ છે. ડૉ. વી.પી. ચોવટિયા નાપાસ થયા હોવા છતા અને સીસીસી પ્લસ પાસ કરેલ ન હોય તો ડૉ. વી.પી. ચોવટિયાની નોકરીની સેવા સમાપ્ત કરવાની હોય છે. ડૉ. વી.પી. ચોવટિયાની નોકરી સમાપ્ત કરવી ન પડે તે માટે એક રેકર્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં સીસીસી પ્લસ તા. 19 માર્ચ 2021નાં દર્શાવેલ છે. હકીકતમાં આ તારીખે આવી કોઇ પરીક્ષા પાસ કરેલ નથી. પરીક્ષામાં નાપાસ થયા હોવા છતા ખોટું રેકર્ડ ઉભું કરવામાં આવ્યું છે. સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરી ન હોવા છતા સરકારી બોગસ રેકર્ડ ઉભું કરી અને ડો. વી.પી.ચોવટિયાને સંશોધન નિયામકની સેવા નિયમિત કરવા માટે સરકારી હકીકતથી વિપરીત રેકર્ડ ઉભું કરી અને ગુનો કરેલ છે.જેથી ખોટા પુરવા ઉભા કરવા, ખોટા પુરાવા આપવા, ખોટા પુરાવા હોવાનું જાણવા છતા ખોટા પુરાવાનો ઉપયોગ કરવો, ખોટુ પ્રમાણપત્ર કાઢી આપવું સહિતનાં ગુના આચરેલા છે. તેથી ડૉ. વી.પી. ચોવટિયાસ સામે ભારતીય દંડ સહિતાની કલમ 192, 193, 196, 197, 199, 200, 218, 219, 406, 409, 420, 466, 468, 471 હેઠળ તેમજ સત્તાનો દુરઉપયોગ કરવા બદલ પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એકટ હેઠળ કોગ્નિઝેબલ ગુનો નોંધવા માંગ છે.
ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક રજૂઆત બાદ વધુ એક રજૂઆત થતાં ભારે ચર્ચા જાગી
અનેક રજૂઆત છતાં સરકારનાં પેટનું પાણી કેમ હલતું નથી?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે.તેની સામે અનેક રજુઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સુધીનાં લોકોને રજુઆત કરવામાં આવી છે.પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારનાં પેટનું પાણી પણ કેમ હલતું નથી ?તેવા સવાલ ઉભા થયા છે. તેમજ ડૉ. વી.પી. ચોવટિયાને બચાવા કોણ માંગે છે ?તેવી ચર્ચા જાગી છે.